
સાબાસ, કલેક્ટરે પોતાના ચેમ્બરની AC ઉખાડી બાળકોના હોસ્પિટલમાં લગાવી દીધી
ભોપાલઃ મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના કલેક્ટરે પોતાના ચેમ્બરની એસી હટાવી હોસ્પિટલના એનસીઆરમાં લગાવી એક મિશાલ રજૂ કરી છે. કલેક્ટરે પોતાના ચેમ્બરની સાથોસાથ સભાકક્ષના ત્રણ એસીને પણ હટાવી બીમાર બાળકોના વોર્ડમાં લગાવી દીધાં છે. ઉમરિયા જિલ્લાના કલેક્ટર હાલ પડી રહેલ ભીષણ ગરમીની વચ્ચે પંખાની નીચે બેસીને કામ કરી રહ્યા છે. એટલું જ નહિ તેઓ પોતાના વાહનમાં લાગેલી એસીનો પણ ઉપયોગ નથી કરી રહ્યા.

ગરમીને જોઈ કલેક્ટરે પુનર્વાસ કેન્દ્રમાં લગાવી દીધી પોતાની એસી
ઉમરિયા જિલ્લાના કલેક્ટર સ્વરોચિષ સોમવંશીથી ગરમીમાં બેહાલ કુપોષિત બાળોનું દઃખ ન જોવાયું તો તેમણે તેમના રૂમમાં લાગેલ એસી લગાવવા માટે ફંડ એકઠું કરવાનો પ્લાન બનાવ્યો પરંતુ તેમાં સફળતા ન મળી તો પ્રચંડ ગરમીને જોઈ કલેક્ટરે પોતાની ચેમ્બરમાં અને સભા કક્ષમાં લાગેલ એસી જ બાળકોના વિભાગમાં લગાવી દીધી. 45 ડિગ્રી તાપમાનમાં જો કોઈ ઑફિસર પોતાની ચેમ્બર અને વાહનથી એસી હટાવી બીમાર બાળકોના રૂમમાં લગાવી દે તો આ વખાણવાલાયક પગલું જ માનવામાં આવશે.

બાળકોના માતા-પિતાએ કલેક્ટરના પગલાંના વખાણ કર્યાં છે
જિલ્લા કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ કહ્યું કે આ નિર્ણય સહજ રૂપે લેવામાં આવેલ છે. એનઆરસી બિલ્ડિંગમાં ભારે ગરમી હતી. અમે એસીની વ્યવસ્થા કરી રહયા હતા પરંત ત્યાં તુરંત એસી લગાવવાની જરૂરત હતી. સોમવંશીએ કહ્યું કે અહીં ચાર એનઆરસી બ્લૉક છે. તમામ બ્લૉકમાં એસી લગાવી દેવામાં આવ્યાં છે. અહિંના પોષણ પુનર્વાસ કેન્દ્રમાં બાળકોનો ઈલાજ થાય છે. કલેક્ટરના આ પગલાના બાળકોના માતા-પિતાએ વખાણ કર્યાં છે. તેમનું કહેવું છે કે પંખાથી નિકળતી ગરમ હવા બાળકોની તબિયત વધુ ખરાબ કરી રહી હતી, પરંતુ હવે તેમને રાહત મળી રહી છે.

કુપોષિત બાળકોને હોસ્પિટલે મોકલવા કલેક્ટર અપીલ કરી રહ્યા છે
જણાવી દઈએ કે ઉમરિયા જિલ્લામાં કુપોષણ એક ગંભીર સમસ્યા છે જેને દૂર કરવા માટે કલેક્ટર હાલ પુરી તાકાત લગાવી રહયા છે. જ્યાર ગામડે-ગામડે જઈ ચૌપાલ લગાવી રહ્યા છે અને લોકોને જાગરૂક કરી કુપોષિત બાળકોને હોસ્પિટલ મોકલવાની અપીલ કરી રહ્યા છે. તેઓ આને સતત રૂટીમ કામ તરીકે કરી રહયા છે. કલેક્ટરની આ પહેલથી હોસ્પિટલમાં દાખલ બાળકોના પરિજનો અને ડૉક્ટર્સ પણ રાહત મહેસૂસ કરી રહ્યા છે.
અમદાવાદઃ પરિવાર પર ગુંડાઓએ હુમલો કર્યો, 20 દિવસની નવજાત બાળકીનું મોત