કંપનીઓ પેટ્રોલના ભાવ રૂ. 1થી 2 પ્રતિ લીટર ઘટાડી શકે

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાથી અને ડૉલરની સરખામણીએ રૂપિયાની સ્થિતિ મજબૂત થતા કંપનીઓ આ પગલું ભરશે એમ માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલના ભાવ 115 ડૉલર પ્રતિ બેરલ ચાલી રહ્યો હતો. હવે તેમાં ઘટાડો થયો છે અને એક બેરલનો ભાવ 105થી 110 ડૉલર થયો છે. આ કારણે પેટ્રોલના ભાવમાં ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ડૉલરની સરખામણીએ રૂપિયો તૂટી રહ્યો હતો. હવે રૂપિયાની સ્થિતિમાં સુધારો થયો છે. પ્રતિ ડૉલરની સરખામણીએ રૂપિયો 55-56થી ઘટીને 54ના સ્તર પર આવ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારે આર્થિક સુધારા માટે કરેલી જાહેરાતોને પગલે પણ રૂપિયો વધારો મજબૂત બન્યો છે.












Click it and Unblock the Notifications
