For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનના રિપોર્ટને ગણાવ્યો મનઘડંત અને ખોટો

ગૃહ મંત્રાલય (એમએચએ)એ શનિવારે આર્ટિકલ 370 માટે કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો પર આપવામાં આવેલા રૉયટર્સના રિપોર્ટનું ખંડન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગૃહ મંત્રાલય (એમએચએ)એ શનિવારે આર્ટિકલ 370 માટે કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો પર આપવામાં આવેલા રૉયટર્સના રિપોર્ટનું ખંડન કર્યુ છે. Indiatodayના જણાવ્યા મુજબ ગૃહ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રીનગરમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં 10,000 લોકો શામેલ થયા હતા.

j&k

આ સંપૂર્ણપણે ખોટુ અને મનગઢંત છે. શ્રીનગર અને બારામૂલામાં છૂટક છૂટક વિરોધ પ્રદર્શન થયા જેમાં 20થી વધુ લોકોની ભીડ શામેલ નહોતી. આ પહેલા રૉયટર્સે જણાવ્યુ હતુ કે એક પોલિસ અધિકારી અને બે સાક્ષીઓ કહ્યુ કે ઓછામાં ઓછા 10,000 લોકોએ શુક્રવારે શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

રૉયટર્સના રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ હતુ કે એક પોલિસ અધિકારીએ કહ્યુ કે કલમ 144નું ઉલ્લંઘન કરીને શ્રીનગરના સૌરા વિસ્તારમાં લોકોના મોટા સમૂહને ભેગો કરવામાં આવ્યો હતો. એક સાક્ષીએ કહ્યુ હતુ કે પોલિસ દ્વારા ભીડ પર અશ્રૂ ગેસના ગોળા છોડવામાં આવ્યા અને લોકોને એવા પુલની પાછળ ધકેલી દેવામાં આવ્યા. આ દરમિયાન અમુક મહિલાઓ અને બાળકો પાણીમાં કૂદી ગયા જેમને શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Video: મલાઈકા સાથે ફ્લર્ટ કરી રહેલા એવૉર્ડ શોના હોસ્ટ પર ભડકેલા અર્જૂન કપૂરે કહી આ વાતઆ પણ વાંચોઃ Video: મલાઈકા સાથે ફ્લર્ટ કરી રહેલા એવૉર્ડ શોના હોસ્ટ પર ભડકેલા અર્જૂન કપૂરે કહી આ વાત

English summary
completely incorrect ministry of home affairs refutes reuter report protests kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X