કોંગ્રેસ ગુજરાતમાં નહીં જાહેર કરે સીએમ પદનો ઉમેદવાર

સામાન્ય રીતે, કોંગ્રેસ જે તે રાજ્યમાં ચૂંટાયેલા પોતાના ધારાસભ્યોમાંથી હાઇકમાન્ડના આદેશ અનુસાર મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. છેલ્લે કોંગ્રેસ દ્વારા પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકેના નામની જાહેરાત કરી હતી, પરંતુ તે નિષ્ફળ નિવડ્યા હતા. આ વખતે કોંગ્રેસની સીધી લડાઇ ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને હિમાચલ પ્રદેશમાં પ્રેમ કુમાર ઘુમલ સાથે છે.
છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાંથી બહાર છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી 13 અને 17 ડિસેમ્બરે યોજાવાની છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 4 નવેમ્બરે યોજાશે. પાર્ટી પ્રવક્તાએ એ વાતનો જવાબ આપવાનું પણ ટાળ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મોદી વી. સોનિયા ગાંધી હશે.












Click it and Unblock the Notifications
