For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાં ગઇ મધ્યપ્રદેશની 4990 કીશોરીઓ?

|
Google Oneindia Gujarati News

girl
ભોપાલ, 6 માર્ચઃ મધ્યપ્રદેશમાં બેટી બચાવો અભિયાન સામે કીશોરીઓ ગુમ થવાની ઘટનાએ પ્રશ્નચિન્હ ઉભો કર્યો છે. ગત પાંચ વર્ષોમાં ગુમ થયેલી કીશોરીઓમાંથી 4990નો હજુ સુધી કોઇ ભાળ મળી નથી. આ ખુલાસો વિધાનસભામાં સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં થયો છે. કોંગ્રેસ ધારાસભ્ય રામનિવાસ રાવતે બુધવારે વિધાનસભામાં માનવ તસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો. તેમનો આરોપ હતો કે રાજ્યમાં કીશોરીઓની માનવ તસ્કરીના વર્ષ 2008થી 2013 વચ્ચે મોટી સંખ્યામાં પ્રકરણ સામે આવ્યું છે. રાવતના આરોપોને નકારતા ગૃહમંત્રી ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું કે 178 મામલા પ્રકાશમાં આવ્યા છે. જેમાં 40 વયસ્ક અને 138 સગીરા સાથે જોડાયેલા પ્રકરણ છે.

ગુપ્તાએ જવાબ સામે જ પ્રશ્નચિન્હ કરતા રાવતે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્ય આરિફ અકીલના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં ગુમ થયેલી કીશોરીઓમાં 4990ની હજુ સુધી ભાળ મળી નથી, તેથી આ માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ આ વાતનું સમર્થન કર્યું છે. ગુપ્તાએ જણાવ્યું કે પાંચ વર્ષોમાં 29,828 સગીરાઓ ગુમ થઇ હતી, જેમાંથી 4990 હજુ લાપતાની શ્રેણીમાં છે. ઘણીવાર ગુમ થયેલી સગીરાઓ ઘરે પરત આવી જાય છે, પરંતુ તેના પરિજનો પોલીસને જાણ કરતા નથી. ગુમ થયેલી સગીરાઓની યોગ્ય માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. ગુપ્તાએ સગીરાઓ ગુમ થવાનું માનવ તસ્કરી હોવાનો ઇન્કાર કર્યો છે.

ગૃહમંત્રીના જવાબ સામે કોંગ્રેસ ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવીને તેના પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે, બીજી તરફ બાળાઓ ગુમ થઇ રહી છે અને સરકાર તેમને શોધી શકી નથી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અસંતુષ્ઠ કોંગ્રેસ ધારાસભ્યો સદનની બહાર જતા રહ્યાં હતા.

English summary
The main opposition Congress today staged a walkout in the Madhya Pradesh Assembly over the alleged police failure to trace 4,990 minor girls who went missing in the state in the past five years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X