For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો સોનિયાને અંતરિમ અધ્યક્ષ બનવાનો આગ્રહ, મળ્યો આ જવાબ

રાહુલ ગાંધીના અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ કોંગ્રેસને નવા પ્રેસીડેન્ટની શોધ છે. આ દરમિયાન કોંગ્રેસે સોનિયા ગાંધીને નવા અધ્યક્ષ મળવા સુધી આ જવાબદારી સંભાળવાનો આગ્રહ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રાહુલ ગાંધીના અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ કોંગ્રેસને નવા પ્રેસીડેન્ટની શોધ છે. આ દરમિયાન કોંગ્રેસે સોનિયા ગાંધીને નવા અધ્યક્ષ મળવા સુધી આ જવાબદારી સંભાળવાનો આગ્રહ કર્યો છે. જો કે રાયબરેલીથી સાંસદ સોનિયા ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે આ જવાબદારી માટે તૈયાર નથી. પાર્ટીએ ગાંધીને અંતરિમ અધ્યક્ષ બનવાનો આગ્રહ કર્યો જેના માટે તે માન્યા.

આ પણ વાંચોઃ ભોપાલઃ 8 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના દોષીને ફાંસી, 32 દિવસમાં આવ્યો ચુકાદોઆ પણ વાંચોઃ ભોપાલઃ 8 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના દોષીને ફાંસી, 32 દિવસમાં આવ્યો ચુકાદો

19 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા છે સોનિયા ગાંધી

19 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા છે સોનિયા ગાંધી

એનડીટીવીના રિપોર્ટ અનુસાર સોનિયા ગાંધીએ આ જવાબદારી વિશે નજીકના નેતાઓને કહ્યુ કે જે રીતે તેમનુ આરોગ્ય અમુક સમયથી છે તે પોતાને આ રોલ માટે ફિટ નથી માનતી. 72 વર્ષના સોનિયા ગાંધી અમુક સમયથી ખરાબ આરોગ્ય સામે ઝઝૂમી રહ્યા છે. સોનિયા ગાંધી 19998થી 2017 સુધી 19 વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. તેમના અધ્યક્ષ રહેતા પાર્ટીએ 2004 અને 2009માં બે વાર કેન્દ્રમાં સરકાર બનાવી.

રાહુલે કહ્યુ ગાંધી પરિવારથી બહારના અધ્યક્ષ બનાવવાની માંગ

રાહુલે કહ્યુ ગાંધી પરિવારથી બહારના અધ્યક્ષ બનાવવાની માંગ

રાહુલ ગાંધીના અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ તેમની બહેન પ્રિયંકા ગાંધી અને મા સોનિયા ગાંધીનું નામ સામે આવ્યુ છે. જો કે રાહુલે ઘણુ પહેલેથી જ એ કહી દીધુ છે કે કોંગ્રેસ પોતાના અધ્યક્ષ નહેરુ-ગાંધી પરિવારથી બહાર શોધે.

રાહુલ ગાંધીએ 3 જુલાઈએ આપ્યુ હતુ રાજીનામુ

રાહુલ ગાંધીએ 3 જુલાઈએ આપ્યુ હતુ રાજીનામુ

રાહુલ ગાંધીએ 3 જુલાઈના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતુ. રાહુલે ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ અધ્યક્ષ પદેથી રાજીનામાની રજૂઆત કરી હતી. ત્યારબાદ પાર્ટી નેતા તેમને અધ્યક્ષ પદ પર રહેવા કહી રહ્યા હતા. લગભગ એક મહિના સુધી તેમને મનાવવાનો દોર ચાલુ રહ્યો. રાહુલે પદ પર રહેવાનો ઈનકાર કરીને કહ્યુ કે હારની જવાબદારી અધ્યક્ષ નહિ લે તો એ યોગ્ય નહિ રહે. રાહુલના રાજીનામા બાદ પાર્ટી નવા અધ્યક્ષની શોધમાં છે.

English summary
Congress Asks Sonia Gandhi To Be Temporary Chief She says no
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X