કોંગ્રેસે ચૂંટણી પંચને કરી મોદીની ફરિયાદ

modi
મુંબઇ, 13 ઓક્ટોબર: મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે ચૂંટણી પ્રચારનો આખરી દિવસ હતો પરંતુ તેની પહેલા જ ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ભાષણને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે, ન્યૂયોર્કના મેડિસન ગાર્ડનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભાષણ આપ્યું હતું તે એક સરકારી કાર્યક્રમ હતો. પરંતુ ભાજપે આ કાર્યક્રમનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કર્યો.

આ ઉપરાંત કોંગ્રેસે ભાજપ પર પેડ ન્યૂઝ માટે પણ આરોપ લગાવ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ ભાષણ ઘણી ચેનલો પર પ્રાઇમ ટાઇમ માં બતાવવામાં આવ્યું. કોંગ્રેસનું કહેવું છે કે પ્રાઇમ ટાઇમ પર હંમેશા ન્યૂઝ બતાવવામાં આવે છે, પરંતુ ભાજપે આ સ્લોટનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કર્યો.

જોકે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી વડાપ્રધાન વિરુદ્ધની આ ફરિયાદની અસર થાય છે તે તો સમય જ નક્કી કરશે. અત્રે નોંધનીય છે કે આ પહેલા વડાપ્રધાન દ્વારા પોતાની રેલીમાં શહીદ જવાનોને વળતર આપવાની વાત કરાતા પણ વિરોધી પાર્ટીઓએ વાંધો ઊઠાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X