આજે કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક મળશે, ચૂંટણી પછીનો વ્યૂહ ઘડાશે
નવી દિલ્હી, 12 મે : આજે લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના કોર ગ્રુપની બેઠક યોજાવાની છે. જેમાં 16 મેના રોજ પરિણામ જાહેર થાય તે પછી શું વ્યુહ અપનાવવો તેના વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. તેઓ ચૂંટણી પરિણામ 16 મેના રોજ જાહેર થાય તે પછી પાર્ટીનું વલણ શું હશે તે અંગે ચર્ચા કરશે એમ સૂત્રો જણાવી રહ્યા છે.

સોનિયા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક એવા સમયે મળવાની છે જ્યારે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ જશે અને ભવિષ્યનું રાજકારણ કેવું હશે તેના સંકેત મળવા શરૂ થશે. જ્યારે વાસ્તવિક પરિણામો 16 મેના રોજ જાહેર થવાના છે.
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળનારા પરિણામોથી ખૂબ ઉત્સાહિત છે. જ્યારે કોંગ્રેસના ટોચના નેતા એવો દાવો કરી રહ્યા છે કે યુપીએ ત્રણ સત્તામાં આવશે. ગયા સપ્તાહે નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં કેટલાક સહયોગીએની સાથે સરકાર બનાવવાની સારા સંકેત છે.












Click it and Unblock the Notifications
