For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહની મથૂરામાં રેલી, કોંગ્રેસે કહ્યું બેન કરો!

|
Google Oneindia Gujarati News

amit shah
લખનઉ, 2 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ રાજ્યમાં સંપૂર્ણ રીતે સક્રિય થઇ ગયા છે. શાહે બેઠકોનો સિલસિલો શરૂ કરી દીધો છે અને રેલીઓની રૂપરેખા પણ શરૂ કરી દીધી છે. યુપીમાં નરેન્દ્ર મોદીની રેલીઓની કમાન શાહના હાથમાં જ છે.

અમિત શાહે ગઇ કાલે લખનઉમાં પાર્ટી કાર્યકર્તાઓની સાથે બેઠક કરી ચૂંટણી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આજે મથુરામાં શાહની રેલી યોજાવાની છે. જ્યારે કોંગ્રેસે યુપી સરકારને અમિત શાહ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે મુઝફ્ફર નગરમાં થયેલા રમખાણના પગલે રાજ્ય સરકારને શાંતિ બનાવી રાખવા માટે શાહની રેલી પર પાબંદી લગાવવી જોઇએ.

કોંગ્રેસનું કહેવું છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા બીજેપી ગુજરાતથી અમિત શાહને ઉત્તર પ્રદેશમાં લાવી છે જેથી અત્રે સાંપ્રદાયિકતાનું વાતાવરણ ઊભું થાય અને તેનો ફાયદો બીજેપીને મળે. કોંગ્રેસનો એ પણ આરોપ છે કે બીજેપીએ પશ્ચિમી યુપીથી પોતાનું મિશન શરૂ કરી દીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અમિત શાહ ઉત્તર પ્રદેશમાં પાંચ દિવસ સુધી બેઠકોનું આયોજન કરવાની યોજના છે. અને આના થકી તેમણે પાર્ટીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જોકે વિપક્ષી પાર્ટી તેમના આ કાર્યોમાં અડચણ ઊભી કરવાની કોશીશ કરી રહી છે.

English summary
Today Amit shah in Mathura for rally, but Congress demanding for ban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X