For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના બુર્ખાવાળા નિવેદન પર કોંગ્રેસ થઇ ગઇ લાલચોળ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપીની કેમ્પેઇન કમિટિના પ્રમુખ નરેન્દ્ર મોદીના બુર્ખાવાળા નિવેદન પર કોંગ્રેસ ઉકળી ઉઠી છે. મોદીએ ગઇકાલે પુણેમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા જેની સામે વળતો પ્રહાર કરતા કોંગ્રેસી નેતાઓએ મોદી પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી છે. સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લાએ મોદીના નિવેદનને સંવિધાનની વિરુદ્ધ ગણાવ્યું તો, દિગ્વિજયસિંહે મોદીને 'અસલી ફેંકૂ' બતાવ્યા. જ્યારે મનીષ તિવારીએ મોદીના નિવેદનને અસંવેધાનીક ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોદીએ પુણેમાં પાર્ટી વર્કર્સને સંબોધીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ જ્યારે પણ સમસ્યા કે સંકટ આવે છે એટલે સેક્યુલરિઝમનો બુર્ખો પહેરીને બંકરમાં ઘુસી જાય છે.

રાજીવ શુક્લાએ મોદીના આ નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે 'જો મોદીને સેક્યુલરિઝમ શબ્દ પર કોઇ આપત્તિ હોય તો તેમને સંવિધાન પર પણ વાંધો હશે. સંવિધાનમાં સેક્યુલરિઝમ શબ્દ આપવામાં આવ્યો છે. બધાએ તેનો સ્વીકાર કર્યો છે. જો તેઓ સંવિધાનમાં આપેલા શબ્દોનો મજાક ઉડાવે છે તો એનો અર્થ એ થયો કે તેમને સંવિધાનને માનતા નથી. ભારતીય રાષ્ટ્રમાં તો આમ પણ તેમની આસ્થા નથી. જે પાર્ટીએ દેશ માટે આટલા વર્ષોથી કુર્બાની આપી હતી, તે શું રૂપિયા કમાવવા માટે હતું. ભારતની જનતા જોવું જોઇએ કે આ પ્રકારની વ્યક્તિ ભારતના સર્વોચ્ચ પદ પર જવાને લાયક છે કે નહીં.'

સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ બુર્ખાવાળા નિવેદન પર મોદીને જવાબ આપતા ટ્વિટ કર્વું છે કે સેક્યુલરિઝમનો બુર્ખો સૌને સાથ લઇને ચાલે છે. પરંતુ સાંપ્રદાયિકતાનું ટાયર કુતરાના બચ્ચાને પણ ચગદી નાખે છે. જો કોઇ કુતરાનું બચ્ચું તમારી કાર નીચે આવી જાય તો આપની પાસે બે વિકલ્પ હોય છે. પહેલું કે તેને વ્હાલ કરો અને બીજું કે તેને ફરીથી ચગદી નાખો. જે વ્યક્તિ બીજા વિકલ્પને અપનાવતો હોય તેને આપ શું કહેશો?

જ્યારે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે મોદીના ભાષણમાં ફેક્ટ્સ પર સવાલ ઉઠાવતા તેમને 'અસલી ફેંકૂ' કહ્યા. દિગ્વિજય સિંહે જણાવ્યું કે મોદી કોમનવેલ્થ ગેમ્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે આપ તેમાં ભાગ લઇ ચૂકેલા કોઇપણ દેશને પૂછી જુઓ એ વખાણ જ કરશે. તેમણે જણાવ્યું કે મોદી 10 વર્ષથી એક રાજ્યના મુખ્યમંત્રી છે અને આવા પ્રકારના નિવેદન આપી રહ્યા છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે મોદી સ્કિલ ડેવલપમેન્ટની માત્ર વાતો કરી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે 50 હજાર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરી દીધા છે.

જ્યારે કોંગ્રેસ નેતા શકીલ અહમદે ટ્વિટર દ્વારા મોદી પર પ્રહાર કર્યો. તેમણે મોદીના બુર્ખાવાળા નિવેદન પર ટ્વિટ કર્યું કે 'સેક્યુલરિઝમનો બુર્ખો બીજેપીની સાંપ્રદાયિકથી ઘણો સારો છે. સાંપ્રદાયિકતા દેશને વહેંચવાનું કાર્ય કરે છે.'

કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલે જણાવ્યું કે 'મોદીને જરૂરિયાત કરતા વધારે પબ્લિસીટી આપવામાં આવી રહી છે. હું આવા પ્રકારના ભાષણ પર કોઇ પ્રતિક્રિયા આપવા માંગતો નથી. તેઓ માત્ર એક પાર્ટીના પ્રચારક છે. હું તેમના જુઠ્ઠાણા પર કોઇ પ્રતિક્રીયા આપવા નથી માંગતો. અમે રિએક્શન નહીં પરંતુ એક્શનવાળી પાર્ટી છીએ.'

સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી

સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી

'સેક્યુલરિઝમનો બુર્ખો સૌને સાથ લઇને ચાલે છે. પરંતુ સાંપ્રદાયિકતાનું ટાયર કુતરાના બચ્ચાને પણ ચગદી નાખે છે. જો કોઇ કુતરાનું બચ્ચું તમારી કાર નીચે આવી જાય તો આપની પાસે બે વિકલ્પ હોય છે. પહેલું કે તેને વ્હાલ કરો અને બીજું કે તેને ફરીથી ચગદી નાખો. જે વ્યક્તિ બીજા વિકલ્પને અપનાવતો હોય તેને આપ શું કહેશો?'

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે મોદીના ભાષણમાં ફેક્ટ્સ પર સવાલ ઉઠાવતા તેમને 'અસલી ફેંકૂ' કહ્યા. દિગ્વિજય સિંહે જણાવ્યું કે મોદી કોમનવેલ્થ ગેમ્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે આપ તેમાં ભાગ લઇ ચૂકેલા કોઇપણ દેશને પૂછી જુઓ એ વખાણ જ કરશે. તેમણે જણાવ્યું કે મોદી 10 વર્ષથી એક રાજ્યના મુખ્યમંત્રી છે અને આવા પ્રકારના નિવેદન આપી રહ્યા છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે મોદી સ્કિલ ડેવલપમેન્ટની માત્ર વાતો કરી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે 50 હજાર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરી દીધા છે.

સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લા

સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લા

'જો મોદીને સેક્યુલરિઝમ શબ્દ પર કોઇ આપત્તિ હોય તો તેમને સંવિધાન પર પણ વાંધો હશે. સંવિધાનમાં સેક્યુલરિઝમ શબ્દ આપવામાં આવ્યો છે. બધાએ તેનો સ્વીકાર કર્યો છે. જો તેઓ સંવિધાનમાં આપેલા શબ્દોનો મજાક ઉડાવે છે તો એનો અર્થ એ થયો કે તેમને સંવિધાનને માનતા નથી. ભારતીય રાષ્ટ્રમાં તો આમ પણ તેમની આસ્થા નથી. જે પાર્ટીએ દેશ માટે આટલા વર્ષોથી કુર્બાની આપી હતી, તે શું રૂપિયા કમાવવા માટે હતું. ભારતની જનતા જોવું જોઇએ કે આ પ્રકારની વ્યક્તિ ભારતના સર્વોચ્ચ પદ પર જવાને લાયક છે કે નહીં.'

શકીલ અહમદ

શકીલ અહમદ

કોંગ્રેસ નેતા શકીલ અહમદે ટ્વિટર દ્વારા મોદી પર પ્રહાર કર્યો. તેમણે મોદીના બુર્ખાવાળા નિવેદન પર ટ્વિટ કર્યું કે 'સેક્યુલરિઝમનો બુર્ખો બીજેપીની સાંપ્રદાયિકથી ઘણો સારો છે. સાંપ્રદાયિકતા દેશને વહેંચવાનું કાર્ય કરે છે.'

કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલ

કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલ

કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલે જણાવ્યું કે 'મોદીને જરૂરિયાત કરતા વધારે પબ્લિસીટી આપવામાં આવી રહી છે. હું આવા પ્રકારના ભાષણ પર કોઇ પ્રતિક્રિયા આપવા માંગતો નથી. તેઓ માત્ર એક પાર્ટીના પ્રચારક છે. હું તેમના જુઠ્ઠાણા પર કોઇ પ્રતિક્રીયા આપવા નથી માંગતો. અમે રિએક્શન નહીં પરંતુ એક્શનવાળી પાર્ટી છીએ.'

અજય માકન

અજય માકન

માકને જણાવ્યું કે યુપીએએ એનડીએ શાસનકાળની સરખામણીમાં રમત પર બજેટમાં વધારો કર્યો છે. સાથે સાથે માકને જણાવ્યું કે ઝારખંડમાં યોજાયેલ રાષ્ટ્રીય રમતમાં 444 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતાં જેમાંથી ગુજરાતે એક પણ મેળવ્યો નથી. માકને જણાવ્યું કે મોદી ગુજરાતના આંકડાઓ પર પહેલા જવાબ આપે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ માટે કોઇ પ્રયાસ કર્યો નથી. વધુ વાંચો...

English summary
Congress hiding in burqa of secularism said Narendra Modi, congress fire to modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X