For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો પ્રહાર, 'મોદીની મહિલા સાથે હતી નિકટતા'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 નવેમ્બર: ગુજરાતના સાહેબ જાસૂસી કાંડમાં કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા શુક્રવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદીની મહિલા સાથે નિકટતા હતી અને એક આઇએસઆઇ ઓફિસર સાથે તેની મિત્રતા હોવાના કારણે તેનો પીછો કરાવવામાં આવ્યો.

કોંગ્રેસે આરટીઆઇની જાણકારીના હવાલાથી દાવો કર્યો કે ખાસ અવસરે યુવતીના ફોન રિચાર્જથી લઇને પેટ્રોલ ભરાવવા સુધીનો ખર્ચ સરકારી ખજાનામાંથી આપવામાં આવ્યો. જ્યારે ભાજપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા છે.

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ઘેરવામાં લાગેલી કોંગ્રેસને અમદાવાદમાં એક યુવતીની જાસૂસી મામલે નવો વળાંક આપવામાં આવ્યો છે. શુક્રવારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શક્તિ સિંહ ગોહિલ, મોદીની સામે નવા આરોપો લઇને સામે આવ્યા છે. ગોહિલે જણાવ્યું કે યુવતીના મુખ્યમંત્રી સાથે સારા સંબંધો હતા, પરંતુ એક આઇએએસ ઓફિસર સાથે મિત્રતાની શંકા થતા તેની પર જાસૂસી કરાવવામાં આવી. ગોહિલે આરટીઆઇ દ્વારા મળેલ જાણકારીના આધાર પર દાવો કર્યો કે મોદીએ યુવતીનો ખર્ચ સરકારી ખજાનામાંથી ઉઠાવવામાં આવ્યો.

shakti singh gohil
ગોહિલે આરોપ લગાવ્યો કે મામલા પર પરદો નાખવા પર એક સમજુતી થઇ હતી, જે અંતર્ગત ગુજરાત સરકારે એક કંપનીને ગાંધીનગરમાં કરોડો રૂપિયાની એક પરિયોજનાનો કોંન્ટ્રેક્ટ અપાવ્યો હતો. એ કંપનીની પ્રમોટર જાસૂસી કાંડ સાથે જોડાયેલ યુવતી છે અને તેના બે ભાઇ કંપનીના નિર્દેશક છે.

મોદી અને અમિત શાહ તો આ તમામ આરોપો પર શરૂઆતથી જ મૌન ધારણ કરેલું છે. પરંતુ ભાજપે એકવાર ફરી આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીનું વલણ આક્રમક છે. પાર્ટીએ ચેતવણી આપી છે કે મોદીએ તમામ આરોપો પર સ્પષ્ટતા નહીં આપી તો કોંગ્રેસ તેમનો પર્દાફાસ કરી દેશે.

English summary
Congress fire on Narendra Modi over snooping case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X