કસાબનો સાબુ કોંગ્રેસના દાગોને ધોઇ શકશે નહી: બાબા રામદેવ

બાબા રામદેવે પ્રશ્ન ઉભો કર્યો છે કે મુંબઇ હુમલાના બીજા દિવસે જ સરકારે અજમલ કસાબને ફાંસી કેમ ન આપી. પરંતુ આ સારું થયું મોડા તો મોડા પણ અજમલ કસાબને મોતની સજા તો મળી. જો સરકાર સાચી હોય તો તે અફજલ ગુરૂને પણ ફાંસીએ લટકાવી દેવો જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે સાડા સાત વાગે મુંબઇ હુમલામાં પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી છે. આ અંગેની જાણકારી મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી. અજમલ કસાબને અચાનક ફાંસી આપવામાં આવી એટલે લોકો ચોંકી ઉઠ્યા. પરંતુ જે પ્રમાણે પ્રતિક્રિયાઓ આવી રહી છે તે પ્રમાણે લાગે છે કે સરકારને જે પગલાં ભર્યાં છે તેનાથી લોકો ખુશ છે. ભાજપ પણ કોંગ્રેસની પ્રશંસા કરી રહી છે.












Click it and Unblock the Notifications
