મોદીને યમરાજ કહેતાં રામદેવ ભડક્યાં, વિનાશકાળે વિપરીત બુદ્ધિ !

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવાર કહ્યું હતું કે એવી અપેક્ષા કરવી ન જોઇએ કે ઘોડા પર સવાર થઇને કોઇ વ્યક્તિ આવશે અને બધી સમસ્યાઓ દુર કરી દેશે. ગુરૂવારે નરેન્દ્ર મોદીએ એક પુસ્તક વિમોચન સમારોહમાં દેશનું ઋણ ઉતારવાની વાત કરતાં કહ્યું હતું કે દરેક બાળકનું કર્તવ્ય છે કે ભારતમાતાનું ઋણ ચુકવે.
તેમને કહ્યું હતું કે ફક્ત નરેન્દ્ર મોદી જ નહી પરંતુ દરેક બાળક અને નાગરિકના માથે ભારતમાતાનું ઋણ છે, આ તેનું કર્તવ્ય છે જ્યારે અવસર આવે ત્યારે તેને ચુકવવું જોઇએ. એક શિક્ષક બાળકને ભણાવીને આમ કરે છે. નરેન્દ્ર મોદીએ દરેકને ઋણ ચુકવવાની વાત કરી હતી. મને આશા છે કે ભારતમાતા આર્શિવાદ આપે છે તો કોઇ વ્યક્તિએ ઋણ ચુકવ્યા વિના જતો નથી.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...












Click it and Unblock the Notifications
