For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મુંબઈ આતંકી હુમલા બાદ દેખાઈ હતી ભારતની નબળાઈ', મનીષ તિવારીનો મનમોહન સરકાર પર વાર

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક મનીષ તિવારીએ પોતાના જ તત્કાલીન મનમોહન સિંહ સરકાર પર જોરદાર વાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક મનીષ તિવારીએ પોતાના જ તત્કાલીન મનમોહન સિંહ સરકાર પર જોરદાર વાર કર્યો છે. વાસ્તવમાં, મનીષ તિવારીએ પોતાના એક પુસ્તકમાં કહ્યુ છે કે 2008માં મુંબઈ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક એક્શન કે પછી યુદ્ધ કાર્યવાહી કરવી જોઈતી હતી પરંતુ આવુ થયુ નહિ. તેમણે કહ્યુ કે એ વખતે પાકિસ્તાન સામે કંઈ ન કરવુ આખી દુનિયા સામે આપણી 'નબળાઈની નિશાની' બની હતી. મનીષ તિવારીએ મનમોહન સિંહ સરકાર પર એ આતંકી હુમલા બાદ દેશને નબળો પાડવાનો આરોપ લગાવ્યો છે.

 Manish Tiwari

અમેરિકાની જેમ ભારતે કરવી જોઈતી હતી કાર્યવાહીઃ મનીષ તિવારી

મનીષ તિવારીએ અમેરિકાનુ ઉદાહરણ આપીને કહ્યુ કે જે રીતે અમેરિકાએ 9/11 આતંકી હુમલા બાદ પાકિસ્તાનની અંદર ઘૂસીને ઓસામા બિન લાદેનનો સફાયો કર્યો હતો, કંઈક એવી જ રીતની કાર્યવાહી એ વખતે ભારતે કરવી જોઈતી હતી. તમને જણાવી દઈએ કે 26/11 આતંકી હુમલામાં સ્પષ્ટ રીતે પાકિસ્તાનનુ કનેક્શન સામે આવ્યુ હતુ. 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ શહેરની તાજ હોટલને નિશાના પર લીધી હતી. આ હુમલામાં અધિકૃત રીતે 175 લોકોના મોત થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પોતાના પુસ્તક '10 Flash Points; 20 Years - National Security Situations that Impacted India'ને લૉન્ચ કરી છે. આ પુસ્તકમાં મનીષ તિવારીએ છેલ્લા બે દશક દરમિયાન ભારત સામે આવેલા મુખ્ય રાષ્ટ્રીય પડકારોનુ વર્ણન કર્યુ છે. આ પુસ્તકમાં મનીષ તિવારીએ કહ્યુ છે કે મુંબઈ હુમલામાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ નિર્દોષ લોકોની કત્લેઆમ કરી હતી. એવામાં એ હુમલા પર માત્ર દુઃખ વ્યક્ત કરવુ કે સંયમ રાખવો પૂરતો નહોતો. એ વખતે તે ભારતની નબળાઈ તરીકે જોવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ કે 26/11નો હુમલો એક એવો મોકો હતો જ્યારે શબ્દોથી વળતી કાર્યવાહી દેખાઈ જોઈતી હતી પરંતુ ભારત તરફથી કોઈ જવાબી કાર્યવાહી ન થઈ.

તમને જણાવી દઈએ કે મનીષ તિવારીએ હાલમાં જ પોતાની પાર્ટી પર આ બીજી વાર મોટો હુમલો કર્યો છે. આ પહેલા મનીષ તિવારીએ પંજાબ કોંગ્રેસમાં આવેલા રાજકીય સંકટ અને કન્હૈયા કુમારના કોંગ્રેસ જોઈન કરવા અંગે પાર્ટી પર નિશાન સાધ્યુ હતુ.

English summary
Congress leader Manish Tiwari hits on UPA govt over 2008 mumbai terror attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X