કોંગ્રેસનો BJP પર વાર, શું મોદી કારગિલ - સંસદ હુમલો ભૂલી ગયા?
કોયંબતૂર, 2 ઓક્ટોબર: આતંકવાદ અને બોર્ડર પર હિંસાના સવાલ પર કેન્દ્રની યુપીએ સરકારની ટીકા કરવા પર વરિષ્ઠ કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે મોદી એનડીએ સરકાર દરમિયાન કારગિલ યુદ્ધ અને સંસદ પર આતંકવાદી હુમલા ભૂલી ગઇ શું?
કોંગ્રેસ મહાસચિવ વાસનિકે સવાલ કર્યો કે 'તેઓ કારગિલ યુદ્ધ અથવા આતંકવાદીઓની સાથે તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહના કંદહાર જવા અને તેમને છોડવા અને સંસદ પર આતંકવાદી હુમલો ભૂલી ગયા?'

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે એક રચનાત્મક વિપક્ષના રૂપમાં કોંગ્રેસે આ મુદ્દા પર રાજનીતિ ન્હોતી કરી, અને તેનાથી ઉલટું વાજપેઇ સરકારના સમર્થનમાં ઊભી હતી. વાસનિકે આરોપ લગાવતા જણાવ્યું કે મોદીના ભાષણ લોકોના દિલ જીતવાને બદલે અક્કડપન દેખાડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
