કોંગ્રેસી નેતા સંજય નિરુપમની પત્નીનો મોદીને પત્ર, કહ્યું- દેશમાં છે જાનનુ જોખમ

Subscribe to Oneindia News

સર્જીકલ સ્ટ્રાઇકને નકલી ગણાવનાર કોંગ્રેસી નેતા સંજય નિરુપમની પત્ની ગીતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે નિરુપમના નિવેદન બાદ તેમનો પરિવાર દેશમાં સુરક્ષિત નથી અનુભવી રહ્યો.

modi


સર્જીકલ સ્ટ્રાઇક પર આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયામાં સંજય નિરુપમનની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી. એટલુ જ નહિ, તેમને અંડર વર્લ્ડમાંથી ધમકીભર્યો ફોન પણ આવ્યો, જેની ફરિયાદ તેમણે નોંધાવી છે. તેમની પત્ની ગીતા સાથે પણ લોકો અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા છે. ગીતાએ પત્રમાં સવાલ ઉઠાવ્યો, "શું આ પહેલા કોઇએ સરકારની વિરુદ્ધમાં નિવેદનો નથી આપ્યા?"

" દેશમાં હું સુરક્ષિત નથી "

ગીતાએ ચિટ્ઠીમાં લખ્યું, " શું સરકારની વિરુદ્ધ બોલનારા બધા લોકોના પરિવારોને હત્યાની ધમકી આપવામાં આવી રહી છે? જ્યારે કિરણ રાવે કહ્યું કે આ દેશ હાલમાં સુરક્ષિત નથી તો લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી, પરંતુ આજે હું પણ એ જ કહુ છુ કે પોતાના જ દેશમાં હું સુરક્ષિત નથી. "

કોંગ્રેસી નેતાની મા ને પણ બોલ્યા અપશબ્દ

પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં ગીતાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ફોનવાળા લોકો નિરુપમની 80 વર્ષની મા માટે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.

English summary
congress leader sanjay nirupam's wife writes a letter to pm narendra modi
Please Wait while comments are loading...