કોંગ્રેસે બનાવ્યા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

[નવિન નિગમ] હેડિંગ વાંચીને તમને જરૂર ઝટકો લાગશે, પરંતુ જો ઉંડાણપૂર્વક વિચારીએ તો આ વાત બિલકુલ સત્ય છે. યાદ કરો ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને. નરેન્દ્ર મોદીના સતત જીતના ક્રમને તોડવા માટે કોંગ્રેસ આતુર હતી પરંતુ વિકલ્પ દેખાતો ન હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગ્રેસ ઉપરાંત કેશુભાઇ પટેલ અને તમામ અન્ય દળ પણ ઉભા હતા.

ત્યારે નરેન્દ્ર મોદીને હરાવવા માટે કોંગ્રેસ એક નવું પાસું ફેંક્યું, પ્રચાર કરવામાં આવ્યો કે જો નરેન્દ્ર મોદી જીતી ગયા તો લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજની વડાપ્રધાન બનવાની આશાઓ પર પાણી ફરી વળશે, કારણ કે ત્યારે ભાજપ કાર્યકર્તા અને સંઘ બંને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનો પ્રયત્ન કરશે.

તે સમય સુધી નરેન્દ્ર મોદી ફક્ત ગુજરાત સુધી સિમીત હતા અને તેમના ભાજપના વડાપ્રધાન બનવા વિશે કોઇપણ વાત ચાલી રહી ન હતી, કોંગ્રેસે તે સમયે આ પાસુ એટલા માટે ચાલ્યું જેથી નરેન્દ્ર મોદીને ભાજપના ટોચના નેતૃત્વનું સમર્થન ન મળી શકે.

કોંગ્રેસની આ ચાલ કેટલીક હદે સફળ પણ રહી અને લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતમાં ઓછો પ્રવાસ કર્યા, પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીમાં પોતે વડાપ્રધાન ન હોવાની વાતનો ઠીકઠાક પ્રચાર કર્યો અને નરેન્દ્ર મોદીને નુકસાન વધુ ફાયદો થયો.

સૌનો સાથ સૌનો વિકાસ

સૌનો સાથ સૌનો વિકાસ

યાદ કરો નરેન્દ્ર મોદીની જીત બાદ તરત જ કેશુભાઇના ઘર એટલા માટે ગયા જેથી તે પોતાની દરિયાદિલી અને બધાને સાથે લઇને ચાલવાની યોગ્યતાનું પ્રદર્શન કરી શકે અને તેમની આ વાતથી સંઘ ખુશ પણ થયો.

ત્રીજા મોરચાના નેતાઓએ નરેન્દ્ર મોદીને મહત્વ આપવાનું શરૂ કર્યું

ત્રીજા મોરચાના નેતાઓએ નરેન્દ્ર મોદીને મહત્વ આપવાનું શરૂ કર્યું

કોંગ્રેસે ફરીથી ભૂલ કરી જ્યારે નરેન્દ્ર મોદીના નામ પર સંઘ અને ભાજપે વિચાર કરવાનું શરૂ કર્યું તો કોંગ્રેસે પોતાના ભ્રષ્ટાચારથી કંટાળેલી જનતાના ગુસ્સાથી બચવા માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં રૂચિ દેખાડવાનું શરૂ કરી દિધું, કોંગ્રેસને લાગ્યું કે નરેન્દ્ર મોદીનું નામ આવવાથી લોકોનું ધ્યાન તેની નિષ્ફળતાઓ અને મોંઘવારીથી હટી જશે અને એવું થયું પરંતુ કોંગ્રેસને ત્યારે અંદાજો ન હતો કે નરેન્દ્ર મોદીને આગળ વધારવા તેને કેટલું મોંઘુ પડી શકે છે. યાદ રાખો નરેન્દ્ર મોદીના નામ પર જ્યારે ભાજપ અને સંઘમાં ચર્ચા થઇ તો કોંગ્રેસના નેતાઓએ નિવેદન આપ્યા. ત્યાં સુધી ત્રીજા મોરચાના નેતાઓએ નરેન્દ્ર મોદીને મહત્વ આપવાનું શરૂ કરી દિધું.

નીતિશના લીધે પણ નરેન્દ્ર મોદીનું નામ ઉછાળ્યું

નીતિશના લીધે પણ નરેન્દ્ર મોદીનું નામ ઉછાળ્યું

કોંગ્રેસને લાગ્યું કે નરેન્દ્ર મોદીના નામ પર જો ભાજપ આગળ વધશે તો નીતિશ જેવા સાથી તેનાથી દૂર થશે અને કોંગ્રેસને બિહારમાં ફાયદો મળશે અને એવું જ બન્યું પરંતુ નીતિશ ભાજપથી અલગ તો થયા પરંતુ કોંગ્રેસની સાથે આવ્યા નહી, આનાથી ભાજપને બિહારમાં નુકસાનના બદલે ફાયદો મળ્યો અને પાસવાનના સાથે આવાઅથી તે આજે બિહારમાં સૌથી આગળ જોવા મળી રહ્યાં છે, આ દરમિયાન લાલૂના જેલમાં જવાથી કોંગ્રેસને ઝટકો લાગ્યો અને આજે બિહારમાં કોંગ્રેસ સૌથી પાછળ પડી ગઇ છે.

મુલાયમની સલાહ ન માની

મુલાયમની સલાહ ન માની

યાદ કરો નરેન્દ્ર મોદીનું નામ ઉછળ્યાના થોડા દિવસો બાદ મુલાયમ સિંહ યાદવે લાલકૃષ્ણ અડવાણીની પ્રશંસા કરીને ભાજપમાં નરેન્દ્ર મોદીને ઉભરતાં અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોંગ્રેસ પોતાના ભ્રષ્ટાચારથી એટલી પરેશાન હતીક એ તે મુલાયમના રાજકિય અનુભવનો ફાયદો ઉઠાવી શકી નહી અને નરેન્દ્ર મોદી પર નિવેદનબાજી કરતી રહી. મુલાયમ સિંહે પોતાની પાર્ટી લાઇનથી બહાર જતાં લાલકૃષ્ણ અડવાણીની પ્રશંસા કરતાં નરેન્દ્ર મોદીને આગળ આવતાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

મુલાયમને મોદી વિરૂદ્ધ નિવેદનબાજીમાં ઉતરવું પડ્યું

મુલાયમને મોદી વિરૂદ્ધ નિવેદનબાજીમાં ઉતરવું પડ્યું

મુલાયમ સિંહ શરૂઆતથી નરેન્દ્ર મોદી પર બોલતાં બચ્યા છે, કારણ કે મુલાયમ સિંહ જાણે છે કે એકવાર નરેન્દ્ર મોદી પર નિવેદન બાજી શરૂ થઇ તો બધા મુદ્દા પાછળ રહી જશે અને મોદી-મોદી થવા લાગશે, પરંતુ મુલાયમની વાત પર કોંગ્રેસે ધ્યાન આપ્યું નહી અને અંતે કોંગ્રેસની નિવેદનબાજીથી કંટાળીને મુલાયમને મોદી વિરૂદ્ધ નિવેદનબાજીમાં ઉતરવું પડ્યું.

English summary
If you go deep into the reasons behind the uplifting of Narendra Modi, you will find Congress Party as a big factor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X