For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર ચૂંટણી-પેટા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની પહેલી સ્પેશિયલ કમિટીની બેઠક, આ નેતાઓ શામેલ

ચૂંટણીઓમાં મળેલી હાર બાદ કોંગ્રેસની પહેલી સ્પેશિયલ કમિટીની બેઠક આજે(મંગળવાર 17 નવેમ્બરે) યોજાવાની છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020 અને મધ્યપ્રદેશ, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં થયેલ પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસની પહેલી સ્પેશિયલ કમિટીની બેઠક આજે(મંગળવાર 17 નવેમ્બરે) યોજાવાની છે. આ બેઠકમાં કોંગ્રેસ બંને ચૂંટણીમાં મળેલી હાર પર સમીક્ષા કરશે. આ બેઠકમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ શામેલ થશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સાંજે પાંચ વાગે આ બેઠક થશે પરંતુ હાલમાં તેનો એજન્ડા સ્પષ્ટ નથી.

sonia gandhi

જાણો કયા કયા નેતા થશે શામેલ

કોંગ્રેસની આ સ્પેશિયલ સમિતિ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંગઠન અને પરિચાલન મામલે મદદ કરવા માટે બનાવવામાં આવી હતી. જેના સભ્ય છે એકે એંટની, અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતા. બિહારમાં કોંગ્રેસ 70 સીટો પર ચૂંટણી લડી હતી જેમાં 19 સીટો કોંગ્રેસને મળી છે. વળી, દેશના અલગ અલગ રાજ્યોમાં 59 સીટો પર પેટાચૂંટણી થઈ હતી જેમાં ભાજપે 40 સીટો જીતી હતી.

કોંગ્રેસમાં ઉઠ્યો સમીક્ષાનો મુદ્દો

આ બેઠક એવા સમયમાં થઈ રહી છે જ્યારે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસેમાં સમીક્ષાનો મુદ્દો ઉભરી રહ્યો છે. પાર્ટીમાં સુધારાની માંગ કરવા માટે અમુક મહિનાઓ પહેલા સોનિયા ગાંધીને પત્ર લખનાર 23 કોંગ્રેસી નેતાઓમાંના એક કપિલ સિબ્બલે હારની નવેસરથી સમીક્ષા કરવાની માંગ કરી છે. ત્યારબાદ કપિલ સિબ્બલ કોંગ્રેસી નેતાઓના નિશાના પર આવી ગયા છે.

કપિલ સિબ્બલે શું કહ્યુ?

એક સમાચાર પત્રને આપેલ ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે, 'કોંગ્રેસ હાઈકમાન્ડે આત્મમંથનની જરૂર છે. તેમણે કહ્યુ કે દેશના લોકોએ બિહાર ચૂંટણી અને પેટા ચૂંટણી દ્વારા એ વાત જણાવી છે કે તે કોંગ્રેસને એક વિકલ્પ તરીકે નથી જોતા. આ જનતાનો એક નિર્ણય છે. બિહારમાં લોકો માટે બીજો વિકલ્પ રાજદ હતો. ગુજરાતમાં આપણે બધી સીટો હારી ગયા છે. લોકસભા ચૂંટણીમાં પણ આપણને ત્યાં એક પણ સીટ ન મળી. યુપીની ઘણી સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને 2 ટકાથી પણ ઓછા વોટ મળ્યા છે. માટે મને લાગે છે કે આત્મમંથન અત્યારે સૌથી મહત્વનુ છે અને મને પૂરો ભરોસો છે કે કોંગ્રેસ આત્મમંથન કરશે.'

બ્રિક્સ શિખર સંમેલન આજે, સામ-સામે આવશે પીએમ મોદી અને જિનપિંગબ્રિક્સ શિખર સંમેલન આજે, સામ-સામે આવશે પીએમ મોદી અને જિનપિંગ

English summary
Congress meeting today to analys Bihar election and by-elections defeat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X