For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘જગમોહન અને કનિમોજીની જેમ વાઢેરાની પણ તપાસ થવી જોઇએ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબર: કેજરીવાલના તાજા ખુલાસાએ એકવાર ફરીથી વિરોધીયોને બળ પૂરુ પાડ્યું છે. બીજેપી અને ડાબેરી બંનેએ વાઢેરાના કારોબારની તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે જો જગમોહન રેડ્ડી અને કનિમોજીની તપાસ થઇ શકે છે તો પછી વાઢેરાની કેમ નહી? ડાબેરીયોએ જણાવ્યું કે વાઢેરા સોનિયા ગાંધીના જમાઇ છે એટલે તપાસ ના થાય એ હળાહળ અન્યાય છે.

બીજેપીએ એકવાર ફરી વાઢેરાને લઇને પ્રહારો કર્યા છે. બીજેપીએ કહ્યું કે પહેલા 2જી, પછી કોલગેટ, અને હવે જીજાજીનો વારો છે. કોંગ્રેસે આખા દેશને છેતર્યો છે, અને લૂટી લીધો છે. પ્રજાનો અવાજ તેને સંભળાતો નથી અને તે મજા કર્યે જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે કેજરીવાલે રોબર્ટ વાઢેરા અને ડીએલએફના સંબંધો પર ફરી એક વખત પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યા છે કે વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વગર હરિયાણાએ 350 એકર જમીન ડીએલએફને આપી દીધી છે. જે જમીન હોસ્પિટલને આપવાની હતી.

English summary
After Kejriwal, Congress must investigate Sonia Gandhi's son-in-law Robert Vadra Said BJP and Left.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X