For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tawang face-off: મોદી સરકારની લાલ આંખ પર ચીની ચશ્મા લાગી ગયા છેઃ ખડગેનો કટાક્ષ

તવાંગ ફેસ ઑફ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે વિપક્ષ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ માંગ કરી હતી.

|
Google Oneindia Gujarati News

Mallikarjun Kharge on Tawang: હાલમાં વિધાનસભાનુ શિયાળુ સત્ર ચાલી રહ્યુ છે. આ દરમિયાન વિપક્ષ સતત સંસદમાં અરુણાચલ પ્રદેશ સીમા વિવાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને તેના પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. ઘટના બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં નિવેદન આપ્યુ હતુ પરંતુ વિપક્ષ તેનાથી સંતુષ્ટ નથી. આ મુદ્દે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

kharge

ખડગેએ ટ્વીટમાં લખ્યુ કે એવુ લાગે છે કે મોદી સરકારની 'લાલ આંખ' પર ચીની ચશ્મા લાગી ગયા છે. શું ભારતીય સંસદમાં ચીન વિરુદ્ધ બોલવાની છૂટ નથી? આ પહેલા બુધવારે રાજ્યસભામાં બોલતા તેમણે કહ્યુ હતુ કે ચીન દ્વારા કરવામાં આવી રહેલા અતિક્રમણ અંગે અમે આ ગૃહમાં ચર્ચા ઈચ્છીએ છીએ. અમારો પ્રયાસ છે કે અમારી સાથે આખા દેશને આ માહિતી મળે કે ત્યાં શું સ્થિતિ છે?

ઘૂસણખોરી બાદ આ કહ્યુ હતુ

જ્યારે અરુણાચલમાં અથડામણના સમાચાર આવ્યા ત્યારે પણ ખડગેએ આ મુદ્દે અનેક ટ્વિટ કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે અમને અમારા ભારતીય સૈનિકો પર ખૂબ ગર્વ છે. આખો દેશ એક થઈને સેનાની બહાદુરીના વખાણ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે એપ્રિલ 2020થી ચીન સતત આપણી સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. દેશની જનતા વતી અમે ચીનની ઘૂસણખોરી પર સંસદમાં ચર્ચા ઈચ્છીએ છીએ. ક્યારેક સમાચાર આવે છે કે તેણે અરુણાચલ પ્રદેશમાં એક ગામ વસાવ્યુ છે. ક્યારેક તેણે દેપસાંગમાં બે સૌર સેલ્ટર બનાવ્યા છે. ચીની સૈનિકો વેપન સેલ્ટર્સ, એન્ટ્રી એરક્રાફ્ટ ગન બનાવતા હોવાના અહેવાલો છે. આવુ કેમ છે?

તવાંગમાં શું થયુ હતુ?

9 ડિસેમ્બરે, 300 ચીની સૈનિકોએ તવાંગમાં LAC પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમની ભારતીય સેના સાથે અથડામણ થઈ અને ચીને પીછેહઠ કરવી પડી. ભારત સરકારનો દાવો છે કે સૈન્ય અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થળ પર અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી પરંતુ ત્યાં ચીનની ગતિવિધિઓથી સ્પષ્ટ થાય છે કે તે વિવાદ ઘટાડવાના મૂડમાં નથી.

English summary
Congress president Mallikarjun Kharge hits on Modi Govt over Tawang face-off, demands debate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X