સત્ય કહેવાથી આપણને કોઇ નહીં રોકી શકે : રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીનું મહાઅધિવેશન ખૂબ જ મહત્વ ધરાવે છે. આજે આ મહાઅધિવેશનનો ત્રીજો અને અંતિમ દિવસ છે. ત્યારે કાર્યક્રમની સમાપ્તિના દિવસે રાહુલ ગાંધીએ આ મહાઅધિવેશનમાં ભાજપને આડે હાથે લેતા અનેક આક્ષેપ કર્યા હતા. સાથે જ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કોઇ ગમે તેટલું શક્તિશાળી કેમ ના હોય અમે ચુપ નહીં રહીએ અને લોકોને ન્યાય અપાવીશું. આ પ્રસંગે રાહુલ ગાંધીએ દલિતોથી લઇને દેશના પ્રશ્નો, અને કોંગ્રેસના આવનારા ભવિષ્ય અંગે અનેક મુદ્દા ચર્ચા જાણો આ તમામ અંગે વિગતવાર અહીં.

rahul

દલિતો અને આદિવાસીઓ

રાહુલ ગાંધી કહ્યું કે હાલ દેશમાં દલિતો અને આદિવાસીઓને ડરાવવામાં આવે છે. અહીં ભારતમાં મુસલમાનોને કહેવામાં આવે છે કે આ દેશ તેમનો નથી. તમિલને કહેવામાં આવે છે કે પોતાની ભાષા બદલો, મહિલાઓને કહેવામાં આવે છે કે તમે ઠીકથી કપડા નથી પહેરતા. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે હું મંદિર, ચર્ચ, દરગાહ દરેક જગ્યાએ જાવ છું મને દરેક જગ્યાએ ભગવાન મળે છે. અને કોંગ્રેસ જેવી જનતાની સેવક પાર્ટીને સાચું કહેવાથી કોઇ પણ નહીં રોકી શકે. તેમણે કહ્યું કે ભાજપ એક સંગઠનની અવાજ છે અને કોંગ્રેસ દેશની અવાજ.

મોદી ભગવાન?

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી વિચારે છે કે તે ભગવાનનો અવતાર છે. એક બાજુ જ્યાં પ્રશ્નપત્ર વેચાઇ રહ્યા છે. દેશમાં વ્યાપમ ફેલાઇ રહ્યો છે. ત્યારે તે વાત નક્કી છે કે 2019માં આપણે જીતશું અને ભાજપ હારશે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસ કૌરવોની જેમ મદમસ્ત છે. જેની સામે અમે પાંડવોની જેમ લડત આપીશું. વળી અમિત શાહ પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે જે વ્યક્તિને અધ્યક્ષ બનાવ્યો છે તેના પર હજારો લોકોની હત્યાનો આરોપ છે. કોંગ્રેસ આવું નથી કરતી.

English summary
Congress Plenary Session: Congress President Rahul Gandhi addresses at the sessipn. Read his speech here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.