For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉજ્જૈનઃ રાહુલ ગાંધીએ શિવરાજ સરકાર પર સાધ્યું નિશાન, બોલ્યા- ભાજપનો ધર્મ ભ્રષ્ટાચાર છે

ભાજપનો એક જ ધર્મ છે- ભ્રષ્ટાચારઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે શિવરાજ સિંહ ચૌહાણ પર ભ્રષ્ટાચારમાં ડૂબ્યા હોવાનો આરોપ લગાવ્યો. ગાંધીએ કહ્યું, ભાજપનો એક જ ધર્મ છે અને તે છે ભ્રષ્ટાચાર. મધ્ય પ્રદેશમાં ભાજપ અે આરએસએસના લોકો સામાન્ય લોકોના પૈસા લૂટી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. રાહુલ ગાંધી મંચ પર જ એક બોતલ પાણી ભરીને લાવ્યા હતા અને ત્યાં પહોંચીને કહ્યું કે આ શિપ્રા નદીનું પાણી છે. નદીને સાફ કરવામાં 400 કરોડ રૂપિયા ખર્ચ કરવાની વાત કહેવામાં આવી છે પરંતુ તેમના મંત્રીઓ આ પાણીને પી લે તો બેભાન થઈ જશે.

ભાજપમાં બધી બજુ છે ભ્રષ્ટાચાર

ભાજપમાં બધી બજુ છે ભ્રષ્ટાચાર

રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ ધર્મની વાત કરે છે પરંતુ તેમનો ધર્મ ભ્રષ્ટાચાર છે. શિપ્રા નદીની સફાઈના નામે કૌભાંડ થયું તો વ્યાપમ પણ તમારી સામે જ છે. મધ્ય પ્રદેશમાં મંડિઓમાં ખેડૂતો જાય છે. તો તેમનો માલ તોલવામાં આવતો નથી, સાચી કિંમત મળતી નથી અને કદાચ મળે છે તો પણ મહિનાઓ બાદ મળે છે, બોનસ નથી મળતું. શિવરાજ સિંહ ચૌહાણ જ્યાં પણ જાય ચે ઘોષણા કરે છે. 20,000 ઘોષણા કરી પરંતુ કામ એકપણ ન થયું. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ખતમ કરી દેવાઈ. આ ઈન્ડસ્ટ્રીને અમે ફરીથી શરૂ કરશું અને અહિંના યુવાઓ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં રોજગાર મેળવશે.

કેન્દ્ર પર પણ રાહુલનું નિશાન

કેન્દ્ર પર પણ રાહુલનું નિશાન

રાહુલ ગાંધીએ ઉજ્જૈનથી શિવરાજ સરકારની સાથોસાત કેન્દ્રને પણ ટાર્ગેટ બનાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, પૂર્વ સૈનિકોએ જણાવ્યું કે મોદી જ્યાં પણ જાય છે કહે છે કે વન રેંક વન પેંશન લાગુ કરી દેવાની વાત કરે છે જ્યારે હકીકત તો એવી છે કે આજ સુધી વન રેંક વન પેંશન શરૂ થયું નથી. આના પર મોદી માત્ર જૂઠું બોલી રહ્યા છે.

મોદી પર આરોપ લગાવ્યો

મોદી પર આરોપ લગાવ્યો

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો આરોપ લગાવતા કહ્યું, પીએમ નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને 30,000 કરોડ રૂપિયા આપવા માટે મધ્ય પ્રદેશના યુવાનોની રોજગારી છીનવી લીધી. વડાપ્રધાને ફ્રાન્સના પ્રેસિડન્ટને કહ્યું કે જો રાફેલ હવાઈ જહાજનો સોદો કરવો હોય તો કોન્ટ્રાક્ટ એચએએલને નહિ બલકે અનિલ અંબાણીને મળશે. પછી જ્યારે સીબીઆઈ ડિેક્ટરે રાફેલ હવાઈ જહાજ પર તપાસ શરૂ કરવા જઈ રહ્યા હતા તો તેમને પણ રાતોરાત હટાવી દેવામાં આવ્યા.

રેલી પહેલા મંદિર પહોંચ્યા

રેલી પહેલા મંદિર પહોંચ્યા

રેલી પહેલા રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન એમની સાથે કોંગ્રેસના નેતા કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. રાહુલ ગાંધીએ મહાકાળેશ્વર મંદિરમાં દર્શન બાદ માલવા-નિમાડ અંચલમાં પોતાના બે દિવસીય ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. ઉજ્જૈન બાદ રાહુલ ઝાબુઆ, ઇંદોર, ધાર, ખરગોન અને મહૂમાં પણ ચૂંટણી સભા કરશે.

3 મિનિટની સુનાવણીમાં 2019 સુધી ટળી ગયો અયોધ્યા કેસ3 મિનિટની સુનાવણીમાં 2019 સુધી ટળી ગયો અયોધ્યા કેસ

English summary
Congress President Rahul Gandhi rally in Ujjain madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X