For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકીઓ પર બળાત્કાર મામલે મોદીજી કંઈ નથી બોલતાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ અને આરએસએસની વિચારધારા મહિલા વિરોધી છે. આરએસએસના સંમેલનોમાં મહિલાઓને જગ્યા આપવામાં આવતી નથી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ અને આરએસએસની વિચારધારા મહિલા વિરોધી છે. આરએસએસના સંમેલનોમાં મહિલાઓને જગ્યા આપવામાં આવતી નથી. તેમણે કહ્યુ કે આ ભાજપના વિચારો છે કે મહિલાઓ દેશ નથી ચલાવી શકતી, તેણે પુરુષની પાછળ રહેવુ જોઈએ. તેમણે કહ્યુ કે ભાજપની સરકાર બન્યા બાદ મહિલાઓ પરના અત્યાચાર ખૂબ વધી રહ્યા છે. રાહુલે કહ્યુ કે મહિલાઓ સામેના અત્યાચારો મોદી સરકારમાં જેટલા થયા તેટલા તો 70 વર્ષ નહિ ભારતના ઈતિહાસમાં છેલ્લા 3 હજાર વર્ષોમાં નથી થયા.

મહિલાઓને સંગઠનમાં આગળ વધારીશુઃ રાહુલ

મહિલાઓને સંગઠનમાં આગળ વધારીશુઃ રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશને મહિલાઓની જરૂર છે. દેશનો વિકાસ માટે મહિલાઓ વિના ન થઈ શકે. તેમણે કહ્યુ કે તેઓ દરેક રીતે પક્ષની મહિલા કાર્યકર્તાઓ સાથે છે. તે પક્ષમાં કોઈ પણ યોગ્ય મહિલાને પાછળ નહિ રહેવા દે. રાહુલ ગાંધીએ કહ્યુ કે એક પુરુષ અને મહિલા તેમની પાસે ટિકિટ લેવા આવે તો પુરુષ વધારે કાબિલ હશે તો તેઓ પુરુષને ટિકિટ આપશે અને મહિલા કાબિલ હશે તો તેને આપશે પરંતુ જો બંને બરાબર ક્ષમતા ધરાવતા હશે તો કોંગ્રેસ મહિલાને ચૂંટણી લડાવશે.

સરકાર બનતા જ પાસ કરશે મહિલા અનામત બિલ

સરકાર બનતા જ પાસ કરશે મહિલા અનામત બિલ

રાહુલ ગાંધીએ કહ્યુ કે મહિલા અનામત બિલ અટકેલુ પડ્યુ છે અને અમે ઈચ્છીએ છીએ કે મોદી સરકાર આને પાસ કરે. જો મોદી સરકાર આ બિલ લઈને નહિ આવે તો અમે સરકારમાં આવતા જ મહિલા અનામત બિલ પાસ કરીશુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યારે મહિલાઓ સામે અત્યાચાર થાય છે તો તે કંઈ બોલતા નથી. મોદી બુલેટ ટ્રેન અને હવાઈ જહાજ પર બોલે છે પરંતુ બિહારમાં બાળકીઓ પરના બળાત્કાર પર નથી બોલતા. રાહુલે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી બેટી બચાઓ બેટી પઢાઓ બહુ જોરશોરથી લઈ આવ્યા, અમને હવે સમજાયુ કે બેટીઓ તો ભાજપના ધારાસભ્યોથી બચાવવાની છે.

મહિલાઓને મળે સંગઠનમાં 50 ટકા ભાગીદારી

મહિલાઓને મળે સંગઠનમાં 50 ટકા ભાગીદારી

રાહુલ ગાંધીએ કહ્યુ કે જો મહિલાઓની 50 ટકા વસ્તી છે તો પછી સંગઠનમાં પણ 50 ટકા જગ્યા મળવી જોઈએ. અમારુ લક્ષ્ચ મહિલાઓને દરેક સ્તરે લીડરશીપમાં શામેલ કરવાનું છે. ગાંધીએ કહ્યુ કે ભાજપનું રિમોટ કંટ્રોલનું સંગઠન છે આરએસએસ, તેના દરવાજા મહિલાઓ માટે બંધ છે. આરએસએસમાં એક મહિલા ના તો આજે કે ના ક્યારેય જઈ શકે છે.

English summary
Congress Rahul Gandhi addresses Mahila Adhikar Sammelan organised
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X