For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે રજૂ કર્યું પોતાના 10 વર્ષના કામકાજનું રિપોર્ટ કાર્ડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસી લીધી છે. જેના પગલે કોંગ્રેસે છેલ્લા દસ વર્ષમાં પોતાના શાસનમાં થયેલા કામોના વખાણ કર્યા છે. કોંગ્રેસે સંસદીય દળની બેઠકમાં એક બુકલેટ જારી કર્યું હતું. આ બુકલેટમાં કોંગ્રેસ સરકારે કામકાજની સમીક્ષા કરી છે.

આ અવસરે સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે હાલમાં થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં સામે આવેલા આ પરિણામોથી બહાર આવવું પડશે. એ પણ ચિંતાનો વિષય છે કે સંસદમાં મહિલા અનામત બિલ પાસ થઇ શક્યું નહી. પરંતુ લોકપાલ બિલ પાસ થવા પર અમને ખુશી છે.

જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહેએ જણાવ્યું કોંગ્રેસ એવા ઠાલા વચનો નથી આપતી જે પૂરા ના કરી શકે. અમે આવતા 20 વર્ષ સુધીના એજન્ડા નક્કી કર્યા છે. અમે અમારા કાર્યકાળમાં ગંભીર સમસ્યાઓને સુલજાવી છે. આપણે હજી પણ ઘણી ગંભીર સમસ્યાઓ જેલી રહ્યા છીએ.

report card
પોતાના દસ વર્ષના રિપોર્ટ કાર્ડમાં કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારના કામના વખાણ કરવા જોઇએ. કોંગ્રેસના શાસનમાં મનરેગા અને અન્ન સુરક્ષા જેવી યોજનાઓ લાગુ કરવામાં આવી. કોંગ્રેસના શાસનમાં ગરીબી ઘટી છે. સરકારે ખેડૂતોના હિતમાં કામ કર્યું છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધાર પર સરકારે ભાર આપ્યો છે. કોંગ્રેસના કાર્યકાળમાં સાક્ષરતા દર વધીને 74 ટકા થયો છે.

English summary
congress released ten year work report card, Manmohan singh fire on AAP indirectly. He said Only those promises should be made that are in the realm Only those promises should be made that are in the realm of possibility.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X