For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના કપડા પર રાહુલનો કટાક્ષઃ આખો દેશ જાણે છે કોણ પહેરે છે 2 કરોડનો સૂટ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ પીએમ મોદીના કપડા પર કટાક્ષ કર્યા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસ સત્યાગ્રહ રેલી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ પીએમ મોદીના કપડા પર કટાક્ષ કર્યા. તેમણે કહ્યુ કે આ દેશ જાણે છે કે કોણ 2 કરોડનો સૂટ પહેરે છે. આખો દેશ પીએમ મોદીને તેમના કપડાથી ઓળખે છે.

rahul gandhi

તેમણે કહ્યુ કે જનતાના અવાજે અંગ્રેજોને પ્રેમથી શાંતિથી ભગાવ્યા. આ જ અવાજે ભારતની અર્થવ્યવસ્થા બનાવી. એ અવાજ વિના હિંદુસ્તાન નહિ રહે પરંતુ દેશના દુશ્મનોએ આ અવાજને દબાવવાની કોશિશ કરી. તેમણે કહ્યુ કે દેશની જનતાએ આવુ થવા ન દીધુ. તેમણે કહ્યુ કે જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે કામ પીએમ નરેન્દ્ર મોદી પૂરો દમ લગાવીને કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે પીએમ મોદી કોશિશ કરી રહ્યા છે કે આ અવાજ શાંત થઈ જાય.

તેમણે કહ્યુ કે જ્યાં સુધી કપડાની વાત છે, આખો દેશ પીએમને તેમના કપડાથી ઓળખે છે. દેશ જાણે છે કે 2 કરોડનો સૂટ તમે પહેર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે દેશની અર્થવ્યવસ્થા કેમ બગડી રહી છે, યુવાનોને રોજગાર કેમ નથી મળી રહ્યુ. રાહુલે કહ્યુ કે જ્યારે ભાજપ આમાં ફેલ થઈ રહી છે તો દેશમાં ભાગલા પાડવાનુ કામ કરી રહી છે. રાહુલે કહ્યુ કે આખો દેશ એ વાત સમજી રહ્યો છે. તેમણે કહ્યુ કે ભારતનુ બંધારણ દરેક ધર્મના લોકોએ બનાવ્યુ હતુ. ભાજપ આ બંધારણ પર આક્રમણ ન કરી શકે. તેમણે કહ્યુ કે જો તે આમ કરશે તો આખો દેશ તેમને રોકશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસની જીત પર સોનિયા ગાંધીઃ જનતાએ ભાજપના વિભાજનકારી એજન્ડાને પરાજિત કર્યોઆ પણ વાંચોઃ કોંગ્રેસની જીત પર સોનિયા ગાંધીઃ જનતાએ ભાજપના વિભાજનકારી એજન્ડાને પરાજિત કર્યો

English summary
Congress Satyagraha Rally: Rahul Gandhi attack PM Modi said Nation Recognizes PM Modi for his Rs 2 Crore Suit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X