For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનથી વિંગ કમાંડર અભિનંદનની મુક્તિ પર કોંગ્રેસે શું કહ્યુ?

કોંગ્રેસ તરફથી અભિનંદનના સાહસની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી અભિનંદનના સાહસની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની જવા પર તણાવ ઘણો વધી ગયો છે. બીજી તરફ ભારતીય વિંગ કમાંડર અભિનંદનના પાકિસ્તાનની પકડમાં આવી જવા પર ખળભળાટ મચી ગયો હતો. જો કે પાકિસ્તાને શાંતિની પહેલ હેઠળ અભિનંદનને શુક્રવારે ભારત પાછા મોકલવાનું એલાન કર્યુ છે. આ દરમિયાન પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસ તરફથી વિંગ કમાંડર અભિનંદન અંગે મોટુ નિવેદન આવ્યુ છે. કોંગ્રેસ તરફથી અભિનંદનના સાહસની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'વિંગ કમાંડર અભિનંદન - તમે અમારુ ગૌરવ છો, અમારુ અભિમાન છો. તમને 130 કરોડ ભારતીય નાગરિકોના અભિનંદન. વિપરીત પરિસ્થિતિમાં તમારા અદમ્ય સાહસ અને ગરિમામય સંતુલને બધા ભારતીયોના દિલ તેમજ દિમાગને જીતી લીધા છે.'

randeep surjewala

તમને જણાવી દઈએ કે બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિના સમયે ભારતીય જેટ મિગ 21 પડી જતા તેના પાયલટ અભિનંદન પાકિસ્તાનની પકડમાં આવી ગયા. ત્યારબાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો. ત્યારબાદ પાકિસ્તાને શાંતિની પહેલ હેઠળ શુક્રવારે અભિનંદનને પાછા મોકલવાનું એલાન કર્યુ. જો કે ભારતે પહેલા જ પાકને કોઈ પણ શરત વિના અભિનંદનને પાછા મોકલવાનો કડક સંદેશ આપી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાથી આ તણાવની શરૂઆત થઈ હતી. આ હુમલાની જવાબદારી પાક આધારિત આતંકી સંગઠને લીધી હતી. હુમલામાં 40 જવાનોની શહીદીથી દેશભરમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ હતો અને દરેક જણ બદલો લેવા માટે સરકાર પર દબાણ કરી રહ્યુ હતુ. એવામાં વાયુસેનાએ પ્રતિકાર રૂપે પીઓકેમાં ઘૂસીને જૈશના કેમ્પો પર હજાર કિલોનો બોમ્બ ફેંકીને તેને નષ્ટ કરી દીધા હતા. આના પર રઘવાયેલા પાકે પલટવાર કરતા યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ. જ્યારે ભારતે પાકિસ્તાનનું એક જેટ તોડી પાડ્યુ ત્યાં પાકે ભારતના બે જેટ તોડી પાડ્યા.

આ પણ વાંચોઃ#MeToo પર બની રહેલી ફિલ્મમાં જજ રૂપે જોવા મળશે આલોક નાથ, યૌનશોષણની કરશે સુનાવણીઆ પણ વાંચોઃ#MeToo પર બની રહેલી ફિલ્મમાં જજ રૂપે જોવા મળશે આલોક નાથ, યૌનશોષણની કરશે સુનાવણી

English summary
congress says yoiu are our pride wing commander abhinandan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X