For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસ કરશે દેશવ્યાપી આંદોલન

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ઈંધણના ભાવોમાં વધારા સામે એક દેશવ્યાપી વિરોધ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ઈંધણના ભાવોમાં વધારા સામે એક દેશવ્યાપી વિરોધ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સતત 17 દિવસથી પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો છે. આરોગ્ય પ્રોટોકૉલનુ પાલન કરીને પાર્ટી વિરોધની રીતો પર કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 17 દિવસોમાં મોટાભાગના દિવસે ક્રૂડ ઓઈલની કિંમતોમાં નરમીનુ વલણ રહ્યુ પરંતુ ઘરેલુ બજારમાં આની કિંમતો સતત વધી રહી છે.

congress

મહાસચિવ(સંગઠન) કે સી વેણુગોપાલે કહ્યુ, 'સરકારે સતત 17 દિવસો સુધી ઈંધણની કિંમતો વધી રહી છે. જેનાથી દેશના નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મંગળવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ સતત 17 દિવસથી પેટ્રોલ, ડીઝલન કિંમતોમાં બેરહમીથી વૃદ્ધિ કરવા અંગે સરકારની નિંદા કરી હતી. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષે કહ્યુ હતુ કે વૈશ્વિક મહામારી કોવિડ-19ના કુપ્રબંધનનમે મોદી સરકારની સૌથી વિનાશકારી નિષ્ફળતાઓ તરીકે ગણાવી હતી.'

મંગળવારે ઈંધણ કંપનીઓ(ઓમએસી)એ સતત 17માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો. રાજધાની દિલ્લીમાં મંગળવારે પેટ્રોલની કિંમતોમાં 20 પૈસાનો વધારો થયા બાદ એક લિટર પેટ્રોલની કિંમત વધીને 79.76 રૂપિયા થઈ ગઈ. વળી, ડીઝલની કિંમતોમાં 55 પૈસાની વૃદ્ધિ કરવામાં આવી. ત્યારબાદ દિલ્લીમાં ડીઝલની કિંમત 79.40 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ. પેટ્રોલની સરખામણીમાં ડીઝલના ભાવ ઝડપથી વધવાથી બંનેના મૂલ્યનુ અંતર માત્ર 36 પૈસા રહી ગયુ છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલા ભાવ 7 જૂનથી સતત વધી રહ્યા છે. આ 17 દિવસોમાં દિલ્લીમાં પેટ્રોલ 8.50 રૂપિયા એટલે કે 11.93 ટકા અને ડીઝલ 10.01 રૂપિયા એટલે કે 14.43 ટકા મોંઘુ થઈ ગયુ છે. વળી, ઈંધણની કિંમતોની અસર ખાધ્ય વસ્તુઓ પર પણ દેખાવા લાગી છે. લીલી શાકભાજી સહિત ઘણી ખાવાપીવાની વસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે.

ઓરિસ્સા આસપાસ તોફાની હલચલ શરૂ, IMDએ કહી આ મોટી વાતઓરિસ્સા આસપાસ તોફાની હલચલ શરૂ, IMDએ કહી આ મોટી વાત

English summary
Congress starts a nationwide protest against the fuel price hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X