'કોંગ્રેસ બે કલાકમાં PM પદના ઉમેદવારનું નામ જાહેર કરશે'

sriprakash-jaiswal
રાંચી, 30 જાન્યુઆરી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે ભાજપમાં વડાપ્રધાન પદ માટેના સંભવિત ઉમેદવારોના નામ જાહેર કરવા અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવા અંગે ચાલી રહેલી ચળવળ પર મજાકના સ્વરમાં જણાવ્યું હતું કે "જેમને ત્યાં વિવાદ છે તેઓ વડાપ્રદાન પદના ઉમેદવારનું નામ ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસમાં જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કરવાનો સમય આવશે તો માત્ર હાઇકમાન્ડ માત્ર બે કલાકમાં નામ અંગે નિર્ણય લઇ લેશે."

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ(સીસીએલ)ની સમીક્ષા બેઠકમાં આવેલા કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે પત્રકારોને જણાવ્યું કે સંમેલનમાં ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માટે શરૂ કરવામાં આવેલી ચળવળ અંગે પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે અમારે ત્યાં વડાપ્રધાન પદના ઉમેદવારના નામ અંગે કોઇ વિવાદ નથી. જેને ત્યાં વિવાદ હોય તેઓ ચળવળ ચલાવે છે.

લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી વચ્ચે મુકાબલો થવાની સંભાવનાઓ અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસે તાજેતરમાં જયપુર ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા છે. હજી અમારે ત્યાં આવારી લોકસભા ચૂંટણીઓમાં વડાપ્રધાન પદના ઉમેદવારના નામ અંગે કોઇ ઘોષણા કરવામાં આવી નથી.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનો સમય આવશે ત્યારે કોંગ્રેસ હાઇ કમાન્ડ માત્ર બે કલાકમાં નામ અંગે નિર્ણય લઇ લેશે. જ્યાં સુધી લોકસભા ચૂંટણી 2014નો પ્રશ્ન છે તો કોંગ્રેસ માત્ર મુકાબલો લડશે જ નહીં, આ મુકાબલો જીતશે પણ ખરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X