For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ વિરૂદ્ધ લડાઇ યથાવત, ફરી સત્તામાં આવશે કોંગ્રેસ: સોનિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia-gandhi
નવી દિલ્હી, 13 ઓગષ્ટ: સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પોતાનાને ફરીથી ઉભી કરવા માટે પુરી શક્તિ વડે લડશે, સાંપ્રદાયિક હિંસાના બનાવોને લઇને સરકાર પર હુમલો કર્યો. સંસદ ભવનની બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી ભાજપના વિરૂદ્ધ લડાઇ ચાલુ રાખશે અને એક દિવસ ફરીથી સત્તામાં પરત આવશે. તેમણે કહ્યું કે એનડીએની પોતાની કોઇ નીતિ નથી અને તે યૂપીએની નીતિઓને આગળ વધારી રહી છે.

આ પહેલાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે 'કોંગ્રેસે ભાજપ સરકારની વિભાજનકારી અને અધિકારવાદી રાજકારણનો મુકાબલો કરવો જોઇએ.' સોનિયા ગાંધીએ મોદી સરકાર પર યુપીએની યોજનાઓની નકલ કરવાનો અને ન્યૂનતમ શાસન નીતિ પર ચાલવાનો આરોપ લગાવ્યો. સોનિયા ગાંધીએ કેહ્યું કે 'આ અમારા માટે પડકારજનક સમય છે. લોકસભામાં અમારી સંખ્યા અત્યાર સુધી સૌથી ઓછી છે. લોકોનો કોંગ્રેસમાં વિશ્વાસ જગાવવા અને પુનસ્થાપિતની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપના સત્તામાં આવ્યા બાદથી સાંપ્રદાયિક હિંસાના બનાવો ચિંતાજનકરરૂપે વધ્યાં છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર તથા ઘણા અન્ય રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસા તથા રમખાણોની હજારો ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત અન્ય સ્તરો પર અસહિષ્ણુતાના ઘાતક સંકેત મળી રહ્યાં છે.

તેમણે કહ્યું કે 'હું તેના વિસ્તારમાં જવા માંગતી નથી. તમે બધા ભાજપના કેટલાક જનપ્રતિનિધીઓના ભદ્દા વ્યવહારથી પરિચિત છો. આ ઉપરાંત કેટલાક અન્યના અસ્વિકાર્ય વિચાર સમયની કસોટી પર ખરી ઉતરેલી ધર્મનિરપેક્ષ પરંપરાઓ તથા બંધારણીય પવિત્રતાના પ્રત્યે પૂર્ણ અસન્માન છે.'

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આપણે એ સ્પષ્ટ હોવું જોઇએ કે દેશભરમાં ચિંતાનો માહોલ છે, ખાસકરીને મહિલાઓ, અલ્પસંખ્યકો અને ગરીબોમાં. તેમના મનમાં એ ચિંતા છે કે શું ભાજપ અને સહયોગી સંગઠન ભારતના બધા સમુદાયો માટે કામ કરશે કે પછી તે સંકુચિત આધાર પર દેશને વહેંચીને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે આ પ્રશ્નના જવાબ વિશે તેમના મનમાં કોઇ શંકા નથી.

English summary
A day after hitting out at Narendra Modi-led government for spurt in incidents of communal violence across the country, Congress chief Sonia Gandhi on Wednesday said that he party will attack the government over the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X