For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહનને વડાપ્રધાન બનાવવા પાર્ટીની સૌથી મોટી ભૂલ: મણિશંકર અય્યર

|
Google Oneindia Gujarati News

mani sankar aiyar
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારથી કોંગ્રેસની અંદર પણ ખળભળાટ મચી ગયો છે. હાર બાદ પાર્ટીમાં માથુ પછાડવા જેવી હાલત છે. દિલ્હીથી લઇને નવી દિલ્હી સુધી કોંગ્રેસ નેતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ પર સવાલ ઉઠી રહ્યા છે. દિલ્હીમાં શીલા દીક્ષિત પાર્ટી સંગઠનના નિશાના પર છે, તો નવી દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે મનમોહનને વડાપ્રધાન બનાવવાને પાર્ટીની સૌથી મોટી ભૂલ ગણાવી દીધી છે. તેમણે સાથે સાથે એ પણ કહ્યું કે 2014માં કોંગ્રેસની હાર શક્ય છે.

અય્યરે વડાપ્રધાન મનમોહન સિંહ પર સીધો હુમલો કરતા જણાવ્યું કે 2009માં તેમને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય રિઝર્વ રાખી લેવા જેવો હતો. તેમણે જણાવ્યું કે તેઓ મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવા પર પહેલા પણ સવાલ ઉઠાવી ચૂક્યા હતા, પરંતુ કોંગ્રેસના કોઇ નેતાએ તેમની વાત પર ધ્યાન આપ્યું જ નહીં.

અય્યરે પાર્ટીના સાંગઠનીક માળખાના પૂનર્ગઠનની માંગ કરતા જણાવ્યું કે કોંગ્રેસને વિપક્ષમાં બેસીને આત્મમંથન કરવું જોઇએ. અય્યરે જણાવ્યું કે તેમનો અર્થ ટોપ લીડરશીપને બદલવાનો નથી. એટલે કે મનમોહન સિંહને ચિદમ્બરમથી રિપ્લેસ કરી દેવામાં આવે. આવું કરવાનો મારો ઉદ્દેશ્ય પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાનો છે. જેનો વાયદો 1985માં રાજીવ ગાંધીએ કર્યો હતો. અય્યરે ચેતાવણી આપી છે કે જો કોંગ્રેસે તેમની વાત ગંભીરતાથી નહીં લીધી, તો તે મોટી મુશ્કેલીમાં ફંસાઇ શકે છે.

અય્યરે જણાવ્યું કે 2014માં કોંગ્રેસ પાર્ટીની હાર શક્ય છે, પરંતુ તેમણે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં દેશમાં ફરીથી સામાન્ય ચૂંટણી કરાવવી પડશે. કારણ કે કોઇ પણ પાર્ટી સંપૂર્ણ પાંચ વર્ષ સરકાર ચલાવી શકે તેમ નથી. અય્યરે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ખુદને પંચાયતોથી દૂર કરી લીધી, માટે આધાર ગુમાવી દીધો છે. અને આ તેનું પરિણામ છે.

જોકે અય્યરે સરકાર અને સંગઠનની વચ્ચે મતભેદના સમાચારોનું ખંડન કરી દીધું છે. તેમણે જણાવ્યું કે પાર્ટી અને સરકારમાં કોઇ ગેપ નથી. સોનિયા ગાંધી અને મનમોહન સિંહની વચ્ચે સારુ તાલમેલ છે. મોટા મુદ્દાઓ પર બંને સતત એક-બીજાના સંપર્કમાં રહે છે. બીજી તરફ મણિશંકર અય્યરના નિવેદન પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીએ જણાવ્યું કે અય્યર જે મુદ્દાઓને સાર્વજનિક રીતે કહી રહ્યા છે, તેને પાર્ટી ફોરમ પર કહેવા જોઇએ.

English summary
Congress will lose 2014 polls: needs revamp said Mani Shankar Aiyar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X