For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને ઝાટકો, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 2 નગર નિગમ જીતી

ભાજપને ઝાટકો, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 2 નગર નિગમ જીતી

|
Google Oneindia Gujarati News

શિમલાઃ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ઘણાસાણ યથાવત છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ 2 મેના રોજ ઘોષિત કરાશે, પરંતુ ચૂંટણી લડી રહેલા તમામ રાજનૈતિક દળ અત્યારથી જ પોતપોતાની જીતના મોટા દાવા કરી રહ્યા છે. આ દરમ્યાન હિમાચલ પ્રદેશમાં થયેલ ચાર નગર નિગમોની ચૂંટણીના પરિણામ ઘોષિત કરી દેવાયામાં છે. આ ચાર નગર નિગમમાં બુધવારે મતદાન થયું હતું, જે બાદ મોડી સાંજે મતગણતરી શરૂ થઈ હતી. ચૂંટણી પરિણામ મુજબ કોંગ્રેસે અહીં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.

ભાજપને માત્ર મંડી નગર નિગમમાં બહુમત

ભાજપને માત્ર મંડી નગર નિગમમાં બહુમત

રાજ્ય ચૂંટણી પંચના અધિકારી સંજીવ ચૌહાણે જણાવ્યું કે સત્તારૂઢ ભાજપને મંડી નગર નિગમમાં જીત મળી અને ધર્મશાળા નગર નિગમમાં તે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. જ્યારે પાલમપુર અને સોલનમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતાં બહુમ હાંસલ કર્યું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે તેમના ગૃહ જનપદ મંડીમાં ભાજપે 15 વોર્ડમાંથી 11 વોર્ડ પર જીત નોંધાવી છે. મંડીમાં બાકી ચાર સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે.

ધર્મશાળામાં ભાજપ બહુમતથી એક સીટ દૂર

ધર્મશાળામાં ભાજપ બહુમતથી એક સીટ દૂર

હિમાચલ પ્રદેશના ધર્મશાળા નગર નિગમમાં ભાજપને જીત તો મળી છે, પરંતુ પાર્ટી હજી પણ બહુમતના આંકડાથી એક સીટ દૂર છે. ધર્મશાળામાં 17 વોર્ડ છે, જ્યાં ભાજપના ખાતામાં 8 સીટ ગઈ છે. બાકી 9 સીટમાંથી 5 પર કોંગ્રેસ અને 4 સીટ પર અપક્ષ ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. અપક્ષ જીતનાર ઉમેદવારોમાંથી મોટાભાગના ભાજપમાંથી બગાવત કરી ચૂંટણી લડ્યા હતા અને હવે પાર્ટી ધર્મશાળા નગર નિગમમાં બહુમત મેળવવા માટે તેમનું સમર્થન હાંસલ કરવામાં લાગ્યા છે.

સોલનમાં ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટક્કર

સોલનમાં ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટક્કર

જ્યારે ચાર નગર નિગમમાં પાલમપુર અને સોલમમાં સ્પષ્ટ બહુમલ મેળવવા અને ધર્મશાળામાં સારું પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છે. પાલમપુરના 15 વોર્ડમાંથી કોંગ્રેસને 11 વોર્ડમાં જીત મળી છે. જ્યારે અહીં બે સીટ ભાજપ અને બે સીટ અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ છે. સોલન નગર નિગમમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. અહીં 17 વોર્ડમાંથી 9 વોર્ડમાં કોંગ્રેસે જીત નોંધાવી જ્યારે 7 સીટ ભાજપ અને એક સીટ અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ છે.

ચારેય નગર નિગમમાં 65.30 ટકા મતદાન

ચારેય નગર નિગમમાં 65.30 ટકા મતદાન

જણાવી દઈએ કે બુધવારે હિમાચલ પ્રદેશના ચાર નગર નિગમોમાં ચૂંટણી થઈ અને કુલ 65.30 ટકા મતદાન નોંધાયું. મંડીમાં સૌથી વધુ 69.20 ટકા મતદાન મતદાન થયું હતું. આ ઉપરાંત પાલમપુરમાં 68.8 ટકા, ધર્મશાળામાં 62.7 ટકા અને સોલનમાં 61.60 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જેમાં મંડી, સોલન અને પાલમપુર નવા નગર નિગમ બનાવવામાં આવ્યાં છે અને અહીં પહેલીવાર મતદાન થયું છે.

43 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા

43 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા

ઈલેક્શન કમિશને ચારેય નગર નિગમ માટે આ વખતે પાર્ટીના ચૂંટણી નિશાન પર જ ચૂંટણી કરાવી. કુલ 64 વોર્ડ માટે થયેલ ચૂંટણીમાં 279 ઉમેદવારો મેદાનમાં હતા. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ 43 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉભા કર્યા હતા. જ્યારે મંડીમાં એક વોર્ડમાં સીપીઆઈ (એમ)એ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉભા કર્યા હતા.

કોરોનાનો ડર, ન્યૂઝીલેન્ડે ભારતથી આવી રહેલા લોકોની એન્ટ્રી પર 11થી 28 એપ્રિલ સુધી લગાવી રોકકોરોનાનો ડર, ન્યૂઝીલેન્ડે ભારતથી આવી રહેલા લોકોની એન્ટ્રી પર 11થી 28 એપ્રિલ સુધી લગાવી રોક

English summary
Congress wins 2 municipal corporations in Himachal Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X