Video: કોંગ્રેસે રાહુલ ગાંધીના સિંઘમ અને દબંગ પોસ્ટર લગાવ્યા

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત પછી યુપીના ગોરખપુરમાં રાહુલ ગાંધીના સિંઘમ અને દબંગ અવતારના પોસ્ટર કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત પછી યુપીના ગોરખપુરમાં રાહુલ ગાંધીના સિંઘમ અને દબંગ અવતારના પોસ્ટર કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં રિટર્ન 2019 લખ્યું છે, જયારે સૌથી ઉપર જન રક્ષક લખ્યું છે. સૌથી નીચે લાઈનમાં લખ્યું છે કે, હું દેશની રક્ષા કરીશ, આ દેશ મારી જાન છે, તેની રક્ષા માટે મારુ દિલ અને જાન કુરબાન છે. ત્યારપછી તેની નીચે લખ્યું છે કે રાહુલ ગાંધીની સુનામીમાં, ડૂબી ગયા જન વિરોધી પાણીમાં.

rahul gandhi

કોંગ્રેસીઓ ઘ્વારા આ પોસ્ટર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહ જનપથ ગોરખપુરમાં લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસીઓ ઘ્વારા કેક કાપીને નવા વર્ષના જશ્ન સાથે પોસ્ટર વોરની શરૂઆત કરી છે. આ વખતે આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને જન રક્ષક ગણાવવામાં આવ્યા છે. કોંગ્રેસીઓ ઘ્વારા પોસ્ટરમાં રાહુલ ગાંધીને પોલીસ તરીકે બતાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે સૌથી ઉપર લખ્યું છે કે, બદલાવનો સમય છે 2019.

આ પણ વાંચો: 'સૂર્પણખાથી લઈ વિંછી... ' સુધી ખાનગી હુમલાઓના એ તીર જે 2018માં ખૂબ ચાલ્યા

આ પોસ્ટરમાં સૌથી નીચે દરિયામાં એક નાવડી બતાવવામાં આવી છે, જેમાં પીએમ મોદી અને અમિત શાહ દેખાઈ રહ્યા છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે સાહેબ સત્તા હાથથી નીકળી રહી છે, જયારે નીચે લખ્યું છે કે, "રાહુલ ગાંધી કી સુનામી મેં, ડૂબ ગયે જન વિરોધી પાની મેં". કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી દેશની જનતાને દગો આપનાર માટે દબંગ છે. યુપીમાં પણ જે લોકો રાહુલ ગાંધીને પપ્પુ સમજતા હતા, હવે આજ પપ્પુ લોકોને જન રક્ષક બનીને બતાવશે.

આ પણ વાંચો: રાહુલ-પ્રિયંકાના સંબંધો પર ભાજપ નેતાએ FB પર કરી ગંદી ટિપ્પણી, કેસ ફાઈલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X