For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્જીનિયર પર કાદવ ફેંકનાર કોંગ્રેસી ધારાસભ્ય રાણેએ સરેન્ડર કર્યું

એન્જીનિયર પર કાદવ ફેંકનાર કોંગ્રેસી ધારાસભ્ય રાણેએ સરેન્ડર કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એન્જીનિયર સાથે દુર્વ્યવહાર કરવાના મામલે મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય નીતિશ રાણેએ સરેન્ડર કરી દીધું છે. એન્જીનિયર સાથે દુર્વ્યવહાર કરવાના મામલો નોંધાયા બાદ કોંગ્રેસી ધારાસભ્ય નીતેશ રાણેએ કંકાવલી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે બીજા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ કલમ અંતર્ગત કેસ નોંધાયો

આ કલમ અંતર્ગત કેસ નોંધાયો

રાણે અને તેના 40-50 સમર્થકો વિરુદ્ધ કણકાવલી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની સેક્શન 353, 342, 332, 324 323, 120(એ), 147, 143, 504, 506 અંતર્ગત મામલો નોંધાયો છે. પુલ પર એન્જીનિયરની સાથે ધારાસભ્યની ગુંડાગર્દીનો વીડિયો પણ સામે આવ્યો છે. મામલાને લઈ નીતિશ પર કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના દીકરા નીતિશ રાણેનું કહેવું છે કે પુલ પર કામ નહોતું થઈ રહ્યું. તેઓ રોજ જોઈ રહ્યા હતા કે કેવી રીતે કામ કાજમાં લાપરવાહી થઈ રહી છે. એવામાં એન્જીનિયરને ઠીક કરવો જરૂરી હતો.

નારાયણનો દીકરો છે નીતેશ

નારાયણનો દીકરો છે નીતેશ

નીતિશ રાણે મહારાષ્ટ્રની કાંકાવલી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. રાણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે અને વર્તમાનમાં રાજ્યસભા સાંસદ નારાયણ રાણેનો દીકરો છે. નીતેશે ગુરુવારે સિંધુદુર્ગ જિલ્લાના કણકવલીમાં મુંબઈ-ગોવા હાઈવે પર એન્જીનિયર પ્રકાશ શેડેકર ઉપર સમર્થકો દ્વારા કાદવ ફેંકવ્યો હતો, સાથે જ દુર્વ્યવહાર કર્યો અને તેને પુલ પરથી નાળા સાથે બાંધી દીધો હતો.

શું બોલ્યા નારાયણ રાણે

શું બોલ્યા નારાયણ રાણે

સરકારી એન્જીનિય પ્રકાશ શેડેકરને ધારાસભ્ય દીકરાના દુર્વ્યવહાર પર વરિષ્ઠ કોંગ્રેસી નેતા નારાયણ રાણેએ કહ્યું કે, આ વ્યવહાર ઉચિત નથી. હાઈવેના મુદ્દે વિરોધ પ્રદર્શન યોગ્ય હતો પરંતુ તેના સમર્થકો તરફથી કરવામાં આવેલ આ મારપીટ યોગ્ય નથી. હું આનું સમર્થન નથી કરતો. કોંગ્રેસથી રાજ્યસભા સાંસદ નારાયણ રાણેએ કહ્યું કે, 'હું એને માફી માંગવા માટે શા માટે નહિ કહું? કોઈપણ ભૂલ વિના એક પિતા માફી માંગી શકતા હોય તો એક દીકરાએ તો માંગવી જ જોઈએ.'

ભાજપે આકાશ વિજયવર્ગીયને નોટિસ મોકલી, અધિકારીને બેટથી ધમાર્યો હતો ભાજપે આકાશ વિજયવર્ગીયને નોટિસ મોકલી, અધિકારીને બેટથી ધમાર્યો હતો

English summary
Congressman MLA Rane surrendered after throwing swamp on an engineer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X