પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચનાર આતંકી પકડાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચનાર આરોપી મોહમ્મદ રફીક ને પકડીને તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચનાર આરોપી મોહમ્મદ રફીક ને પકડીને તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ ઘ્વારા રફીક ને ટેલિફોન પર કોઈ પ્રકાશ નામના કારોબારી સાથે પીએમ મોદીની હત્યાનું યોજના સાથે જોડાયેલી વાત કરતા પકડ્યો હતો. પોલીસ મુજબ મોહમ્મદ રફીક ના ફોન પર કોઈની સાથે વાત કરતો 8 મિનિટ ની એક ઓડિયો કલીપ સોશ્યિલ મીડિયા પર વાયરલ થયી હતી. આ વાતચીત રફીક અને ટ્રાન્સપોર્ટ ઠેકેદાર પ્રકાશ વચ્ચે થયી હતી. જેમાં રફીક ને એવું કહેતા સાંભળવામાં આવ્યો હતો કે "પીએમ ને ખતમ કરી નાખો".

1998 દરમિયાન થયેલા કોયમ્બતૂર બૉમ્બ ધમાકાનો આરોપી છે રફીક
રફીક 1998 દરમિયાન થયેલા કોયમ્બતૂર બૉમ્બ ધમાકાનો આરોપી રહી ચુક્યો છે, જેના કારણે તેને જેલમાં સજા પણ કાપી છે. સજા પત્યા પછી હવે તે આઝાદ છે. બ્લાસ્ટ મામલે લગભગ 58 લોકોની મૌત થયી હતી અને કરોડોની સંપત્તિને નુકશાન થયું હતું. પોલીસે જણાવ્યું કે વાતચીત મુખ્યરૂપે ગાડીઓ માટે પૈસાના સંબંધે હતી.

અમે પીએમ મોદીને ખતમ કરવાનો પ્લાન બનાવી લીધો છે
બ્લાસ્ટ મામલે દોષી રહી ચૂકેલા વ્યક્તિને એવું કહેતા સાંભળવામાં આવે છે કે "અમે પીએમ મોદીને ખતમ કરવાની યોજના બનાવી લીધી છે. વર્ષ 1998 દરમિયાન જયારે લાલ કૃષ્ણ અડવાણી કોયમ્બતૂર શહેરની યાત્રા પર હતા ત્યારે અમે જ બૉમ્બ ફિટ કર્યો હતો".

આ ધારાઓમાં કેસ નોંધાયો
પોલીસે તેના વિરુદ્ધ ઘણી ધારાઓમાં કેસ નોંધી લીધો છે. જેમાં ધારા 153 એ (ધર્મના આધારે અલગ અલગ સમૂહો વચ્ચે લડાઈ માટે ઉશ્કેરવું) અને 560 (અપરાધિક ધમકી) પણ શામિલ છે. કોર્ટે રફીક ને 15 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે.












Click it and Unblock the Notifications
