For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના રાહત પેકેજઃ રાહુલ ગાંધીએ પહેલી વાર મોદી સરકારની પ્રશંસા કરીને કહ્યુ...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંદીએ કદાચ પહેલી વાર મોદી સરકારના કોઈ મોટા નિર્ણયની પ્રશંસા કરી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંદીએ કદાચ પહેલી વાર મોદી સરકારના કોઈ મોટા નિર્ણયની પ્રશંસા કરી છે. કોરોના સંકટ સામે લડવા માટે મોદી સરકારે ગરીબો અને જરૂરિયાતમંદો માટે આજે જે 1.70 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા કરી છે તેને રાહુલ ગાંધીએ યોગ્ય દિશામાં લીધેલુ પહેલુ પગલુ ગણાવ્યુ છે. આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંકટ પર પણ મોદી સરકારને ઘેરવા માટે કોઈ મોકો નહોતો છોડ્યો. પરંતુ પહેલી વાર તેમના અંદાજ-એ-બયાં ચોંકાવનારો દેખાયો છે.

ઘોષણાઓની પ્રશંસા કરી

ઘોષણાઓની પ્રશંસા કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટ સામે લડવા માટે આજે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ તરફથી કરવામાં આવેલ ઘોષણાઓની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ છે - ‘સરકાર તરફથી આજે કરવામાં આવેલી નાણાંકીય મદદની ઘોષણા યોગ્ય દિશામાં ઉઠાવેલુ પહેલુ પગલુ છે. ભારત પોતાના ખેડૂતો, મજૂરો, શ્રમિકો, મહિલાઓ અને વૃદ્ધોની લેણદાર છે, જે લૉકડાઉનના કારણે સૌથી વધુ સંકટ ઝેલવા માટે મજબૂર થયા છે.'

સરકારમાં દ્રઢ ઈચ્છાશક્તિ હોવી ખૂબ જરૂરી

તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે કોરોના મહામારી સામે લડી શકાય છે, પરંતુ તેના માટે સરકારમાં દ્રઢ ઈચ્છાશક્તિ હોવી ખૂબ જરૂરી છે. તેમણે કહ્યુ હતુ કે લૉકડાઉન જેવા પગલા તો ઠીક છે પરંતુ માત્ર આના પર ટકવુ બહુ મોટી ભૂલ હશે. તેમણે વિશેશ ઈમરજન્સી હોસ્પિટલોના વિસ્તારનુ પણ સૂચન કર્યુ હતુ. આ પહેલા આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના સંકટને જોતા ગરીબોની મદદ માટે 1.70 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની ઘોષણા કરી.

1 લાખ 70 હજારના પેકેજની ઘોષણા

1 લાખ 70 હજારના પેકેજની ઘોષણા

મોદી સરકાર તરફથી આ ઘોષણા લૉકડાઉનના 36 કલાકની અંદર કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્યના ક્ષેત્રમાં આ સંકટ સામે લડવા માટે જોડાયેલા આરોગ્યકર્મીઓને 50 લાખ રૂપિયાનો જીવનવીમો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને વધુ અનાજ આપવા જેવી વ્યવસ્થા શામેલ છે. એટલુ જ નહિ ત્રણ કરોડ દિવ્યાંગ, વૃદ્ધો અને વિધવાઓને વધુ આર્થિક મદદ અને ઉજ્વલા યોજના હેઠળ 8 કરોડ મહિલાઓને ત્રણ મહિના સુધી મફત એલપીજી રિફિલની પણ ઘોષણા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ EMIમાં છૂટના સવાલ પર શું બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ?આ પણ વાંચોઃ EMIમાં છૂટના સવાલ પર શું બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ?

English summary
Corona relief package- Rahul Gandhi praised and spoke for the Modi government for the first time ....
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X