For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના ટેસ્ટ કિટ Feluda ને DCGIએ મંજૂરી આપી, જાણો ટાટાની 'ફેલુદા' કેવી રીતે કામ કરે છે?

કોરોના ટેસ્ટ કિટ Feluda ને DCGIએ મંજૂરી આપી, જાણો ટાટાની 'ફેલુદા' કેવી રીતે કામ કરે છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ ઓછી લાગત વાળા કોરોના ટેસ્ટ કિટ ફેલૂદાના વાણિજ્યિક તપાસને મંજૂરી આપી દીધી છે, જેની ટેસ્ટની કિંમત માત્ર 600 રૂપિયા છે અને આ માત્ર 2 કલાકમાં જ ટેસ્ટના પરિણામ પણ આપી દેશે. ગત શનિવારને ડીસીજીઆઈએ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ, સીએસઆઈઆર, ટાટા ક્રિસ્પર કોવિડ ટેસ્ટ ફેલુદાને સત્તાવાર રૂપે મંજૂરી આપી દીધી છે.

ફેલુદા કિટ અત્યાધુનિક સીઆરઆઈએસપીઆર ટેક્નિકથી નિર્મિત છે

ફેલુદા કિટ અત્યાધુનિક સીઆરઆઈએસપીઆર ટેક્નિકથી નિર્મિત છે

પૂર્ણરૂપે સ્વદેશી ફેલુદા કોરોના ટેસ્ટ કિટ અત્યાધુનિક સીઆરઆઈએસપીઆર ટેક્નિકથી નિર્મિત છે, જેને SRvs-Cov2 ના રૂપમાં ડબ કરવામાં આવી છે. ફેલુદા કોરોના ટેસ્ટ કિટ પારંપરિક RT-PCR પરીક્ષણોના સ્તરથી ઓછા સમયમાં પરિણામ હાંસલ કરવામાં કારગર છે. સાથે જ તેના ઉપયોગમાં આસાની અને ઓછા ખર્ચીલા ઉપકરણ છે. આ ઉપરાંત ફેલુદા ભવિષ્યની એક ટેક્નોલોજી પણ છે, જેને ભવિષ્યમાં કેટલાય અન્ય રોગજનકોનો પતો લગાવવા માટે પણ તૈયાર કરવામાં આવી શકે છે.

ફેલુદા ક્રિસ્પર પ્રોદ્યોગિકી CSIR-IGIB દ્વારા વિકસિત કરવામાં આવી

ફેલુદા ક્રિસ્પર પ્રોદ્યોગિકી CSIR-IGIB દ્વારા વિકસિત કરવામાં આવી

ફેલુદા ક્રિસ્પર ટેક્નોલોજી પર કામ કરે છે, જે રોગોના નિદાન માટે એક જીનો સંપાદનની ટેક્નોલોજી છે. આ પ્રૌદ્યોગિકી CSIR-IGIB દ્વારા વિકસિત કરવામાં આવી છે. CSIR-IGIB ફેલુદા દ્વારા સંચાલિત ટાટા ક્રિસ્પર ટેસ્ટને આઈસીએમઆર દિશાનિર્દેશો મુજબ કોમર્શિયલ તપાસ કરવા માટે ડીજીસીઆઈથી મંજૂરી મળી છે. આ પરીક્ષમાં 96 ટકા સંવેદનશીલતા અને કોરોના વાયરસનો પતો લગાવવા માટે 98 ટકા વિશિષ્ટતા છે.

ટાટા ક્રિસ્પરમાં એક વિશેષ રૂપે અનુકૂલિત Cas9 પ્રોટીન તહેનાત છે

ટાટા ક્રિસ્પરમાં એક વિશેષ રૂપે અનુકૂલિત Cas9 પ્રોટીન તહેનાત છે

ટાટા ક્રિસ્પર ટેસ્ટ દુનિયાનું પહેલું ક્લિનિકલ ટેસ્ટ છે, જેણે કોવિડ 19ના વાયરસને સફળતાપૂર્વક પતો લગાવવા માટે એક વિશેષ રૂપે અનુકૂલિત Cas9 પ્રોચીનને તહેનાત કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને ભવિષ્યમાં પણ કેટલાય અન્ય રોગજનકોનો પતો લગાવવા માટે તૈયાર કરવામાં આવી છે.

ટાટા સમૂહે CSIR-IGIB અને ICMRની સાથે મળી તૈયાર કરી છે

ટાટા સમૂહે CSIR-IGIB અને ICMRની સાથે મળી તૈયાર કરી છે

ઉલ્લેખનીય છે કે ઉચ્ચ-ગુણવત્તા વાળા ટેસ્ટ કિટ ફેલુદાને ટાટા સમૂહે સીએસઆઈઆર- આઈજીઆઈબી અને આઈસીએમઆર સાથે મળીને તૈયાર કરી છે, જે દેશમાં કોવિડ-19 પરીક્ષણમાં તેજી અને આર્થિક રૂપે વિકસિત કરવામાં મદદ કરશે. મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદ ફેલુદા સુરક્ષિત તો છે જ સાથે જ તે વિશ્વસનીય, સસ્તી અને સુલભ છે.

ફેલુદા ટેસ્ટની મંજૂરીથી વૈશ્વિક મહામારીથ લડવામાં પ્રોત્સાહન મળશે

ફેલુદા ટેસ્ટની મંજૂરીથી વૈશ્વિક મહામારીથ લડવામાં પ્રોત્સાહન મળશે

ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડના સીઈઓ ગિરીશ કૃષ્ણામૂર્તિએ ફેલુદા કોરોના ટેસ્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે કોવિડ-19 માટે Tata CRISPR ટેસ્ટની મંજૂરીથી વૈશ્વિક મહામારીથી લડવાના દેશના પ્રયાસોને પ્રોત્સાહન મળશે. તેમણે આગળ કહ્યું, ટાટા ક્રિસ્પર પરીક્ષણનું વ્યવસાયીકરણ દેશમાં જબરદસ્ત આરએંડડી પ્રતિભાને દર્શાવે છે, જે વૈશ્વિક સ્વાસ્થ્ય સેવા અને વૈજ્ઞાનિક અનુસંધાન જગતમાં ભારતના યોગદાનને બદલવામાં સહયોગ કરી શકે છે.

SARS-CoV-2માં નવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટને જલદી વિકસિત કરી શકાય છે

SARS-CoV-2માં નવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટને જલદી વિકસિત કરી શકાય છે

જ્યારે, CSIR-IGIBના નિદેશક અનુરાગ અગ્રવાલે કહ્યું કે, CSIRએ જીનોમ ડાયગ્નોસ્ટિક્સ અને થેરેપ્યૂટિક્સ માટે સ્કિલ સેલ મિશન અંતર્ગત જે કામ શરૂ કર્યું છે, તેનાથી નવા જ્ઞાનનો જન્મ થયો, જેનાથી SARS-CoV-2માં નવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટને જલદી વિકસિત કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે આ દેબોજ્યોતિ ચક્રવર્તી અને શૌવિક મૈતીના નેતૃત્વવાળી અનુસંધાન ટીમના વૈજ્ઞાનિક જ્ઞાન અને પ્રૌદ્યોગિકીના પરસ્પર સંબંધ અને નવાચારને દર્શાવે છે.

IPL 2020: RCB અને હૈદરાબાદમાં ટક્કર થશે, બંને ટીમનો હેડ ટૂ હેડIPL 2020: RCB અને હૈદરાબાદમાં ટક્કર થશે, બંને ટીમનો હેડ ટૂ હેડ

English summary
Corona test kit Feluda approved by DCGI, find out how Tata's 'Feluda' works?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X