For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ રસીકરણ પર સરકારનુ મોટુ એલાન

આજે એટલે કે એક એપ્રિલથી 45થી વધુ ઉંમરવાળા લોકોને કોરોના વેક્સીન લગાવવાનુ કામ શરૂ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે એટલે કે એક એપ્રિલથી 45થી વધુ ઉંમરવાળા લોકોને કોરોના વેક્સીન લગાવવાનુ કામ શરૂ થઈ ગયુ છે. સરકારે દેશની મોટી વસ્તીને જલ્દીમાં જલ્દી વેક્સીનેશન કરવાના હેતુથી આ પગલુ લીધુ છે. હવે આ હેઠળ ભારત સરકારે મોટુ એલાન કરીને એપ્રિલના બધા દિવસોમાં રસીકરણ કરવાની ઘોષણા કરી છે. એટલે કે એપ્રિલમાં રજાઓના દિવસે પણ વેક્સીન લગાવવામાં આવશે.

Corona

કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ દેશના બધા સાર્વજનિક અને ખાનગી કોવિડ-19 વેક્સીનેશન સેન્ટર પર એપ્રિલના બધા દિવસે વેક્સીનેશન કરવામાં આવશે. આમાં સરકારી હોલીડે પણ શામેલ છે. જેનો અર્થ છે કે વેક્સીનેશન માટે એપ્રિલનો મહિનો રજા રહિત હશે. કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરવાળા એટલે કે 1 જાન્યુઆરી 1977થી પહેલા જન્મેલા બધા લોકોને વેક્સીન લગાવવામાં આવશે. ત્રીજા તબક્કામાં લગભગ 40 કરોડ લોકોને વેક્સીન લગાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે સૌથી પહેલા દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ, ડૉક્ટરો અને ફ્રંટલાઈન વર્કર્સને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી હતી. ત્યારબાદ બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો જેમાં 60થી વધુ ઉંમરના વૃદ્ધો અને 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બિમારીથી પીડિત લોકોને વેક્સીન લગાવવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કુલ 6,51,17,896 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.

પર્યટકોના કારણે જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહ્યા છે કોરોના કેસપર્યટકોના કારણે જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ

English summary
Corona vaccination will be done for entire month of April
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X