For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine : રસીકરણમાં નવો માઈલ સ્ટોન, એક દિવસમાં 90 લાખથી વધુ ડોઝ અપાયા!

કોરોના મહામારીને કારણે ઘણું નુકસાન થયું છે, તેની સામે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ ક્રમમાં શુક્રવારે એક નવો રેકોર્ડ સ્થપાયો. જ્યાં એક જ દિવસમાં 90 લાખ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીને કારણે ઘણું નુકસાન થયું છે, તેની સામે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ ક્રમમાં શુક્રવારે એક નવો રેકોર્ડ સ્થપાયો. જ્યાં એક જ દિવસમાં 90 લાખ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા. 17 જાન્યુઆરીથી અભિયાન શરૂ થયા બાદ આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. જો આ જ ગતિએ રસીકરણ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં આ આંકડો એક કરોડ સુધી પહોંચી શકે છે.

Corona Vaccine

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, નાગરિકોને અભિનંદન, કારણ કે આજે ભારતમાં કુલ 90 ડોઝ આપવામાં આવ્યા છે અને આ અભિયાન હજુ ચાલુ છે. માંડવિયાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી. આ સાથે દેશભરમાં રસીકરણની સંખ્યા 62 કરોડને પાર કરી ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વયજૂથના 23,72,15,353 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 2,45,60,807 વ્યક્તિઓને બંને ડોઝ મળ્યા છે. શુક્રવારે રસીકરણ અભિયાનને 224 દિવસ પૂરા થયા, જેમાં અત્યારસુધીમાં કુલ 60,07,654 ડોઝ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 4.05 કરોડથી વધુ કોવિડ રસી ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. અગાઉ, આરોગ્ય મંત્રીએ દાવો કર્યો હતો કે કુલ પુખ્ત વસ્તીના ઓછામાં ઓછા 50 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

English summary
Corona Vaccine: A new milestone in vaccination, more than 9 million doses a day!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X