For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના વાયરસના કેસ 50 લાખને પાર, 82 હજારથી વધુના મોત

ભારતમાં કોરોના વાયરસના કેસ 50 લાખને પાર, 82 હજારથી વધુના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં મંગળવારની રાત કોવિડ 19 સંક્રમણના કુલ મામલા 50 લાખને પાર પહોંચી ગયા. 40 લાખની સંખ્યા પાર કરાયાના માત્ર 11 દિવસ બાદ ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી 39,29,096 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે સરકારનું કહેવું છે કે દુનિયામાં ભારત રિકવરી રેટના મામલે સૌથી આગળ છે. દેશમાં કુલ 82 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રિકવરી રેટ સૌથી વધુ

રિકવરી રેટ સૌથી વધુ

અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતમા કોવિડ 19થી ઠીક થનારાઓનો દર વધીને 78.28 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સવારે આઠ વાગ્યા સુધીના અદ્યતન આંકડા મુજબ દેશમાં કોવિડ 19ના ઉપચારાધીન દર્દીની સંખ્યા હાલ 9,90,061 હતી. જે કુલ સંક્રમિતોના 20.08 ટકા છે. મંત્રાલય મુજબ ઉપચારાધીન દર્દીઓમાંથી અડધાના 48.8 ટકા ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશથી છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ, ઓરિસ્સા, કેરળ અને તેલંગાણામાં ઈલાજ કરાવી રહેલા દર્દીઓનું લગભગ 24.4 ટકા યોગદાન છે.

કોરોનાનો મૃત્યુદર 1.64 ટકા

કોરોનાનો મૃત્યુદર 1.64 ટકા

મંત્રાલય મુજબ કોવિડ 19થી મૃત્યુદર 1.64 ટકા છે. રિકવરી થનારાઓની વધુ સંખ્યાના કારણે ઠીક થઈ ચૂકેલા દર્દી અને એક્ટિવ દર્દીઓ વચ્ચેનું અંતર પણ ધતું જઈ રહ્યું છે. આ તફાવત 22 લાખને પાર ચાલ્યો ગયો છે. આંકડા મુજબ દેશમાં હાલ 9,90,061 દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. જે કુલ મામલાના 20.08 ટકા છે.

4 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ

4 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ

જણાવી દઈએ કે દેશમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં એક્ટિવ કેસોની સંખ્યા 5000થી ઓછી છે. આ ઉપરાંત દેશમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 5000 અને 50000ની વચ્ચે છે, જ્યારે એવામાં માત્ર ચાર રાજ્ય છે જ્યાં એક્ટિવ કેસની સંખખ્યા 50 હજારથી વધુ છે.

કોરોના વાયરસને લઈ આવ્યા સારા સમાચાર, ઑક્સફોર્ડ વેક્સીનનું ટ્રાયલ ફરી શરૂ થશેકોરોના વાયરસને લઈ આવ્યા સારા સમાચાર, ઑક્સફોર્ડ વેક્સીનનું ટ્રાયલ ફરી શરૂ થશે

English summary
Corona virus cases cross 50 lakh in India, more than 82 thousand deaths
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X