For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી બાળકોને કેટલી હદે છે જોખમ? નવા રિસર્ચમાં થયો ખુલાસો

બાળકો પર કોરોનાના જોખમને લઈને નવી શોધ થઈ છે જેના આધારે બાળકો જો કોરોનાથી પ્રભાવિત થાય તો તેને કેટલી હદે જોખમ થશે તે વિશેનુ સંશોધન કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસનો પ્રકોપ એક વાર ફરીથી ઝડપથી વધી રહ્યો છે. બાળકો પર તોળાઈ રહેલા કોરોનાના જોખમા કારણે માતાપિતા ચિંતામાં છે. બાળકો પર કોરોનાના જોખમને લઈને નવી શોધ થઈ છે જેના આધારે બાળકો જો કોરોનાથી પ્રભાવિત થાય તો તેને કેટલી હદે જોખમ થશે તે વિશેનુ સંશોધન લંડનની કિંગ્ઝ કૉલેજ દ્વારા કરવામાં આવ્યુ છે. લંડની કિંગ્ઝ કૉલેજના સંશોધનકર્તાઓ દ્વારા યુકેમાં કરવામાં આવેલ આ સંશોધન 'ધ લેંસેટ ચાઈલ્ડ એન્ડ અડોલસેન્ટ હેલ્થ'માં મંગળવારે પ્રકાશિત થયો છે. જે અનુસાર કોવિડ-19ના લક્ષણ જે બાળકોમાં દેખાયા તેમાંથી મોટાભાગના બાળકો છ દિવસ બાદ સારા થઈ જાય છે અને આવા બાળકોની સંખ્યા ઘણી ઓછી છે જેમાં ચાર સપ્તાહથી વધુ સમય સુધી કોરોનાના લક્ષણ જોવા મળે છે.

2,50,000 બાળકો પર કરવામાં આવ્યુ સંશોધન

2,50,000 બાળકો પર કરવામાં આવ્યુ સંશોધન

યુનિવર્સિટી કૉલેજ, લંડન, ન્યૂકેસલ વિશ્વવિદ્યાલય અને લંડન સ્કૂલ ઑફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન સંશોધનકર્તાએ એક મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી એકત્ર કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ કર્યો જેમાં 5 વર્ષથી 17 વર્ષની વયના 2,50,000થી વધુ યુકેના બાળકોની માહિતી શામેલછે. ટીમે 1734 બાળકો પર ધ્યાન કેન્દ્રીત કર્યુ જેનો રિપોર્ટ 1 સપ્ટેમ્બર, 2020 અને 22 ફેબ્રુઆરી,2021 વચ્ચે એકત્ર કરવામાં આવ્યા હતા.

બિમારી દરમિયાન બાળકોમાં દેખાયા આ સામાન્ય લક્ષણ

બિમારી દરમિયાન બાળકોમાં દેખાયા આ સામાન્ય લક્ષણ

સંશોધનમાં જોવા મળ્યુ કે મોટાભાગના બાળકો સરેરાશ છ દિવસ સુધી બિમાર રહ્યા. સૌથી સામાન્ય લક્ષણ માથાનો દુઃખાવો(62.2%) અને થાક(55%) હતા. એક મહિના બાદ જે બાળકોમાં કોરોનાના લક્ષણ દેખાયાતેમની સંખ્યા (4.4% કે 1734માંથી 77) હતી. મોટાબાગના બાળકો ચાર સપ્તાહની અંદર રિકવર થઈ ગયા. જે લોકોને રિકવર થવામાં એક મહિનાથી વધુ સમય લાગ્યો તેમણે બિમારીના પહેલા સપ્તાહ દરમિયાન છ લક્ષણ દેખાયા. બિમારીના પહેલા સપ્તાહ દરમિયાન આ બાળકોમાં સરેરાશ છ લક્ષણ હતા. જો કે 28 દિવસો બાદ બે લક્ષણો પર સરેરાશ લક્ષણ બોજ ઓછો હતો. આ 77 બાળકો દ્વારા પોતાની આખી બિમારી દરમિયાન અનુભવ કરાયેલ સૌથી સામાન્ય લક્ષણ થાક, માથાનો દુઃખાવો, ગંધની કમી અને ગળામાં ખારાશ હતી. જો કે બિમારીની શરૂઆતમાં માથાનો દુઃખાવો વધુ સામાન્ય હતો જ્યારે ગંધની ભાવનાનુ નુકશાન બાદમાં થતુ હતુ અને લાંબા સમય સુધી ચાલુ રહેતુ હતુ.

બાળકોને રિકવર થવામાં લાગ્યો વધુ સમય

બાળકોને રિકવર થવામાં લાગ્યો વધુ સમય

સંશોધનનો સમય સમાપ્ત થવાથી કમસે કમ બે મહિના પહેલા લક્ષણ વિકસિત કરનારા 1379 બાળકોમાંથી 2% થી ઓછા બાળકોએ આઠ સપ્તાહ(1.8%, 25/1,379)થી વધુ સમય સુધી લક્ષણ દેખાયા. કુલ મળીને મોટા બાળકોને રિકવર થવામાં વધુ સમય લાગ્યો. 12થી 17 વર્ષની વયના બાળકોમાં સરેરાશ બિમારીનો સમય સાત દિવસનો હોય છે. જ્યારે 5 વર્ષથી 11 વર્ષની વયના બાળકોમાં પાંચ દિવસ. મોટા બાળકોમાં પણ નાના બાળકોની સરખામણીમાં ચાર સપ્તાહ બાદ લક્ષણ હોવાની સંભાવના વધુ હતી(12થી 17 વર્ષની વયના 5.1% બાળકો સામે 5 વર્ષથી 11 વર્ષની વયના 3.1%) પરંતુ એ બાળકોની સંખ્યામાં કોઈ અંતર નહોતુ જેમાં ત્યારબાદ પણ લક્ષણ હતા.

અન્ય બિમારીવાળા બાળકો પર પણ કરાયુ નિરીક્ષણ

અન્ય બિમારીવાળા બાળકો પર પણ કરાયુ નિરીક્ષણ

સંશોધનકર્તાઓએ એ બાળકોનુ પણ નિરીક્ષણ કર્યુ જેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવ્યો અને જેમને બાળપણની અન્ય બિમારીઓ હોઈ શકે છે જેમકે શરદી અને ફ્લુ અને જોયુ કે કોવિડ-19 વાળા બાળકો અન્ય બિમારીઓવાળા બાળકોની સરખામણીમાં વધુ સમય સુધી બિમાર હતા. છ દિવસ કોવિડ-19 સાથે બિમારી સામે અન્ય બિમારીઓ સાથે ત્રણ દિવસ અને ચાર સપ્તાહથી વધુ સમય સુધી બિમાર રહેવાની સંભાવના હતી. જો કે ચાર સપ્તાહમાં અન્ય બિમારીઓવાળા બાળકોના ઓછી સંખ્યામાં એ લોકોની સરખામણીમાં વધુ લક્ષણ મળ્યા જે કોવિડ-19થી બિમાર હતા. એક વરિષ્ઠ લેખક ડૉ. માઈકલ એબ્સૉડે કહ્યુ કે અમારો ડેટા એ વસ્તુ પર પ્રકાશ પાડે છે કે શરદી અને ફ્લુ જેવી અન્ય બિમારીઓના પણ બાળકોમાં લાંબા સમય સુધી લક્ષણ હોઈ શકે છે અને મહામારી દરમિયાન અને ત્યારબાદ બાળ ચિકિત્સા આરોગ્ય સેવાઓની યોજના બનાવતી વખતે આના પર વિચાર કરવો મહત્વપૂર્ણ છે.

English summary
Corona virus risk at what extent in children? Revealed in new research
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X