દેશભરમાં કોરોના વાયરસનો કહેર, 24 કલાકમાં 418 ભારતીયોના મોત, 16922 નવા કેસ
દેશભરમાં કોરોના વાયરસનો કહેર, 24 કલાકમાં 418 ભારતીયોના મોત, 16922 નવા કેસ
નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સરકારે કરેલી તમામ કોશિશો છતાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસના 16922 નવા મામલા સામે આવ્યા છે, જ બાદ દર્દીની સંખ્યા વધીને 473105 થઇ ગઇ છે. કોરોના વાયરસના કેસમાં એક દિવસમાં આ અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે પાછલા 24 કલાકમાં દેશમાં 418 દર્દીના જીવ કોરોના વાયરસને કારણે ચાલ્યા ગયા છે. કોરોના વાયરસ અત્યાર સુધીમાં 14894 દર્દીના જીવ લઇ ચૂક્યો છે.

અત્યાર સુધીમાં 75 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ થયા
ગુરુવારે કોરોના વાયરસના આંકડા જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 2 લાખ 71 હજાર 697 દર્દી ઠીક થઇ ચૂક્યા છે, જે બાદ એક્ટિવ કેસ 1 લાખ 86 હજાર 514 બચ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા ટેસ્ટિંગની ગતિ પણ વધારવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે અત્યાર સુધી દેશણાં કુલ 75 લાખ 60 હજાર 782 સેમ્પલ ટેસ્ટ થઇ ચૂક્યાં છે, જેમાંથી 2 લાખ 7 હજાર 871 સેમ્પલ ટેસ્ટ ગત 24 કલાકમાં થયા છે.

દિલ્હીમાં 6 જુલાઇ સુધી દરેક ઘરનું સ્ક્રીનિંગ
જણાવી દઇએ કે મહારાષ્ટ્ર બાદ કોરોના વાયરસ હવે દિલ્હીમાં કહેર મચાવી રહ્યો છે. સતત વધતા કેસને જોતા રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણને રોકવા માટે હવે નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત 6 જુલાઇ સુધી દિલ્હીના દરેક ઘરનું સ્ક્રીનિંગ થશે. કોરના વાયરસના દર્દીની સંખ્યાના હિસાબે દિલ્હી હાલ દેશમાં બીજા નંબર પર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે પાછલા અઠવાડિયે કેટલીય બેઠકો થઇ હતી. આ બેઠકો બાદ કોરોના વાયરસને લઇ જાહેર કરાયેલા નવા પ્લાન અંતર્ગત સીએમ કેજરીવાલે જણાવ્યું કે 30 જૂન સુધી દરેક કંટેનમેન્ટ ઝોનમાં પ્રત્યેક ઘરનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

દિલ્હીમાં 261 કંટેનમેન્ટ ઝોન બની ચૂક્યાં છે
દિલ્હીમાં હાલ 66 હજાર કોરોના વાયરસના કેસ સાથે 261 કંટેનમેન્ટ ઝોન છે અને દર્દીની સંખઅયા સતત વધી રહી છે. નવા પ્લાન અંતર્ગત કંટેનમેન્ટ ઝોનમાં સર્વેલાન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ મજબૂત કરવામાં આશે, જેથી સંક્રમણની ચેન તોડી શકાય. દિલ્હી સરકાર મુજબ રાજધાનીમાં દરરોજ 2500થી વધુ નવા કેસ અને મૃતકોની સંખ્યા 75 હજારથી વધુ નોંધાઇ રહી છે. નવા કેસની સંખ્યાના મામલે ગત રવિવારે દિલ્હીએ તમિલનાડુને પણ પાછળ છોડી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીથી સૌથી પ્રભાવિત રાજ્યમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છ અને તે બાદ દિલ્હીનો નંબર આવે છે.












Click it and Unblock the Notifications
