કોરોનાવાયરસે પાછલા બધા રેકોર્ડ તોડ્યા, એક જ દિવસમાં 4.12 લાખ નવા કેસ સામે આવ્યા
કોરોનાવાયરસે પાછલા બધા રેકોર્ડ તોડ્યા, એક જ દિવસમાં 4.12 લાખ નવા કેસ સામે આવ્યા
કોરોનાવાયરસ મહામારીએ ભારતમાં પોતાનું ભયાનક રૂપ ધારણ કરી લીધું છે. ગુરુવારે દેશમાં ફરી એકવાર કોરોનાવયારસના 4 લાખથી વધુ મામલા નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરતા જણાવ્યું કે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસના 4,12,262 નવા મામલા સામે આવ્યા છે.

જ્યારે આ દરમ્યાન 3980 દર્દીના મોત થયાં છે. જો કે એક રાહતના સમાચાર છે કે ગત એક દિવસમાં કોરોના વાયરના 3,29,113 દર્દી સાજા થઈ પોતાના ઘરે પાછા ફર્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોનાવાયરસના કુલ કેસ વધીને 2 કરોડ 10 લાખ 77 હજાર 410 થઈ ગયા છે અને રિકવર થનાર દર્દીઓની સંખ્યા 1 કરોડ 72 લાખ 80 હજાર 844 થઈ ગઈ છે. આ ઉપરાંત હાલ દેશમાં કોરોનાવાયરસના 35 લાખ 66 હજાર 398 એક્ટિવ કેસ છે. દેશમાં કરોનાવાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધી 2 લાખ 30 હજાર 168થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
