For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસઃ નોટબંધીની જેમ કોઈ પણ યોજના વિના લાગુ કર્યુ લૉકડાઉન, 14 કરોડ નોકરીઓ ગઈ

વિપક્ષી દળ કોંગ્રેસે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે દેશભરમાં કોઈ યોજના બનાવ્યા વિના લૉકડાઉન લાગુ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

વિપક્ષી દળ કોંગ્રેસે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે દેશભરમાં કોઈ યોજના બનાવ્યા વિના લૉકડાઉન લાગુ કર્યુ છે. જેની એક મોટી કિંમત દેશને ચૂકવવી પડી રહી છે. ખાસ કરીને ગરીબ અને નોકરિયાત લોકો સામે મોટુ સંકટ ઉભુ થઈ ગયુ છે. લૉકડાઉન બાદ એક તરફ મજૂર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વળી, કરોડો લોકોની નોકરી જતી રહી છે. આનાથી આ લોકો ઘણી મુશ્કેલીમાં છે. કોંગ્રેસે કહ્યુ છે કે અત્યાર સુધી 14 કરોડ નોકરીઓ જઈ ચૂકી છે.

નોટબંધીની જેમ લાગુ કર્યુ લૉકડાઉન

નોટબંધીની જેમ લાગુ કર્યુ લૉકડાઉન

કોંગ્રેસે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ લૉકડાઉનનો નિર્ણય નોટબંધીની જેમ કોઈ યોજના વિના અને વિચાર્યા વિના બનાવ્યો. આનાથી કરોડો લોકોની નોકરીઓ જતી રહી છે પરંતુ મોદી સરકાર આ અંગેનો કોઈ જવાબ નથી આપી રહ્યા કે જે લોકો લૉકડાઉનના કારણે નોકરી ગુમાવી રહ્યા છે. તેમના માટે સરકાર પાસે શું પ્લાન છે. કોંગ્રેસે કહ્યુ કે લૉકડાઉનની ઘોષણા બાદથી લગભગ 14 કરોડ યુવાનો બેરોજગાર થઈ ગયા છે.

આવનારા સપ્તાહમાં જશે લાખો નોકરીઓ

કોંગ્રેસે કહ્યુ છે કે સંકટ હજુ વધવાનુ છે. આવનારા સપ્તાહમાં લાખો લોકોની નોકરી જઈ શકે છે. એવામાં કોંગ્રેસનો સરકારને સવાલ કે તેમની પાસે નોકરી ગુમાવી રહેલા લોકોની મદદ માટે શું કોઈ પ્લાન છે. કોંગ્રેસે કહ્યુ કે સમજ્યા વિચાર્યા વિના અને કોઈ યોજના બનાવ્યા વિના નિર્ણય લેવાથી નુકશાન માત્ર મૌદ્રિક નથી હોતુ, આનાથી ઘણા પ્રકારની અસર સમાજ પર થાય છે.

કોંગ્રેસના નિશાના પર સરકાર

કોંગ્રેસના નિશાના પર સરકાર

કોરોના સંકટ અને લૉકડાઉનમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ સરકારના નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યુ છે. વળી, સતત સૂચનો પણ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા અર્થવ્યવસ્થા સાથે સાથે કોરોના ટેસ્ટની ધીમી ગતિ, મજૂરોના પલાયન, ખેડૂતો સામે ઉભા થયેલા સંકટ પણ પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા એક મહિનાથી લૉકડાઉન છે અને તમામ કામકાજ બંધ છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી દેશની સ્થિતિ નિયંત્રણમાં, હવે નહિ થાય રેપિડ ટેસ્ટઃ સૂત્રઆ પણ વાંચોઃ કોરોના વાયરસથી દેશની સ્થિતિ નિયંત્રણમાં, હવે નહિ થાય રેપિડ ટેસ્ટઃ સૂત્ર

English summary
coronavirus congress says lockdown decision unplanned like demonetisation cost dearly lost jobs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X