For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં વધુ 14 દિવસ ચાલુ રહેશે લૉકડાઉન, રોજ આટલા કલાક મળશે છૂટ

કોરોના સંક્રમિતોની સંખ્યાનો આંકડો 31 હજારને પાર કરી ચૂક્યો છે અને આ ઝડપથી વધી રહ્યો છે. પંજાબ સરકારે આ દિશામાં વધુ એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતા રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતા પણ વધી રહી છે. અત્યાર સુધી ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યાનો આંકડો 31 હજારને પાર કરી ચૂક્યો છે અને આ ઝડપથી વધી રહ્યો છે. પંજાબ સરકારે આ દિશામાં વધુ એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે રાજ્યમાં લાગુ કર્ફ્યુને લંબાવવાનુ એલાન કર્યુ છે. જો કે આ દરમિયાન લૉકડાઉનમાં થોડી ઢીલ આપવામાં આવી છે.

punjab

એક વીડિયો કૉન્ફરન્સિંગમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનમાં પંજાબના નાગરિકોને રોજ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી રહી છે. આ દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી શકે છે અને દુકાનો ખુલ્લી હશે. આ ઉપરાંત અમે રાજ્યમાં કર્ફ્યુને વધુ બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સીએમે 3 મેના રોજ ખતમ થઈ રહેલી લૉકડાઉનને આગળ લંબાવવા વિશ કંઈ સ્પષ્ટ કર્યુ નથી પરંતુ આ દરમિયાન કર્ફ્યુને લંબાવવામાં આવ્યુ છે.

પંજાબમાં દેશવ્યાપી લૉકડાઉન સાથે કર્ફ્યુ પણ લાગુ છે. વળી, નિયમો ન માનનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોને જોતા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર લૉકડાઉન લંબાવી શકે છે. હાલમાં પંજાબમાં કોરોનાના 322 લોકોની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 31,332 થઈ ગઈ છે. અત્યાર સુધી 1007 મોત થયા છે. અત્યારે 22629 પૉઝિટીવ કેસ છે એટલે કે આ લોકોને હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 7696 દર્દી અત્યાર સુધી રિકવર થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ બેંગ્લોરમાં તેજ વરસાદથી લોકો પરેશાન, આજે આ રાજ્યોમાં પણ આંધી-તોફાનની આશંકાઆ પણ વાંચોઃ બેંગ્લોરમાં તેજ વરસાદથી લોકો પરેશાન, આજે આ રાજ્યોમાં પણ આંધી-તોફાનની આશંકા

English summary
Coronavirus curfew extended for 14 days in Punjab Lockdown will be lifted from 7 am to 11 am
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X