આગામી કેટલાક દિવસોમાં કોરોના વાયરસના 1 લાખથી વધુ ટેસ્ટ કરાવશે કેજરીવાલ સરકાર
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 500ને પાર પહોંચી ગયો છે જ્યારે કોરોનાથી લડવા માટે દિલ્હી સરકારે 5 સૂત્રીય પ્લાન તૈયાર કર્યો છે.. દિલ્હીની કેજરીવાલ સરકારે નક્કી કર્યું કે આગલા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાવશે.
દિલ્હીમાં અત્યાર સુધી 8500 ટેસ્ટ થયા છે. સીએમ અરવિંદ કેજરીવાલ આને લઈ આજે બપોરે એક વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરસે અને આ વિશે વિસ્તારથી જાણકારી આપશે. સોમવારે સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે એક લાખ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર આપ્યો છે જે શુક્રવાર સુધી આવી જશે. કેજરીવાલ સરકારે કોરોનાના વધતા મામલાને જોતા લોકનાયક હોસ્પિટલ અને જીબી પંત હોસ્પિટલને સામે કરી 2000 બેડની વ્યવસ્થા કરી છે.
સાથે જ રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 450 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જે માત્ર કોરોના સંક્રમિત દર્દીના ઈલાજ માટે હશે. દીન દયાળળ ઉપાધ્યાય હોસ્પિટલ, ગુરુ તેજ બહાદુર હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના તમામ કોરોના સંક્રમિત દર્દી લોક નાયક હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવશે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો તેજીથી વધી રહ્યો છે.
રાજધાનીમાં આ વાયરસથી સંક્રમિત થનાર દર્દીની સંખ્યા 523 સુધી પહોંચી ચુકી છે જ્યારે આ વાયરસથી 7 લોકોના મોત થયાં છે. કુલ 503 મમાલામાંથી 330 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લૉકડાઉન દરમિયાન નિજામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં મોટી સંખ્યામમાં લોકો સામે થયા હતા, જેના પોઝિટિવ કેસ મળ્યા બાદ હડકંપ મચી ગયો. જે બાદ આખા દેશમાં કોરોના વાયરસના મામલામાં જબરદસ્ત વધારો થયો. જ્યારે, ક્રાઈમ બ્રાન્ચને પણ હજી તબલીગી જમાતના મૌલાના સાદની તલાશ છે.