For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે કોરોનાનુ સંક્રમણ, બ્રાઝિલથી નીકળ્યુ આગળ

વર્લ્ડોમીટર મુજબ આખી દુનિયામાં કોરોનાથી ચાર લાખ 11 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 72 લાખથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે 35 લાખ 58 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

|
Google Oneindia Gujarati News

આખુ વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે, વર્લ્ડોમીટર મુજબ આખી દુનિયામાં કોરોનાથી ચાર લાખ 11 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 72 લાખથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે 35 લાખ 58 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વળી, ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,29,917 સક્રિય કેસ છે જ્યારે 1,29,215 લોકો રિકવર થઈ ચૂક્યા છે ત્યારબાદ ભારતમાં સંક્રમિતોની સંખ્યા 2.67 લાખને પાર પહોંચી ચૂકી છે.

સૌથી વધુ ચિંતા ભારતની

સૌથી વધુ ચિંતા ભારતની

છેલ્લા બે સપ્તાહમાં ભારમતાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણો વધારો થયો છે. જો છેલ્લા બે સપ્તાહના આંકડાઓ પર નજર નાખીએ તો કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત મોટા દેશોમાં અમેરિકા, રશિયા અને બ્રિટનમાં ઘટતા સંક્રમણના મુકાબલે ભારત અને બ્રાઝિલમાં આની ગતિ બહુ ઝડપી થઈ રહી છે. સૌથી વધુ ચિંતા ભારતની છે. જ્યાં બે સપ્તાહ પહેલા બ્રાઝિલથી પાછળ રહ્યા બાદ આ સપ્તાહે નવા સંક્રમણનો દર તેનાથી પણ આગળ નીકળી ગયો છે કે જે સારા સંકેત નથી.

અમેરિકા હજુ પણ ટૉપ પૉઝિશનમાં

અમેરિકા હજુ પણ ટૉપ પૉઝિશનમાં

હાલમાં કોરોના સંક્રમણના કેસમાં અમેરિકા હજુ પણ ટૉપ પૉઝિશનમાં છે. વળી, લગભગ 7 લાખ કેસો સાથે બ્રાઝિલ બીજા જ્યારે લગભગ 5 લાખ કેસો સાથે રશિયા ત્રીજા નંબર પર છે. ભારત હાલમાં 5માં નંબર પર ચાલી રહ્યુ છે પરંતુ સંક્રમણની દરની ગતિ જો આ જ રહી તો તે ચોથા નંબરે ચાલી રહેલ બ્રિટનને ઘણી સરળતાથી પાછળ કરી દેશે.

આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ રહો સાવચેત

આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ રહો સાવચેત

જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને મંગળવારે કહ્યુ કે કોરોના સામે જંગમાં બીજા દેશોના મુકાબલે ભારત સારી સ્થિતિમાં છે પરંતુ આપણે સતત સતર્ક રહેવાની જરૂર છે. આરોગ્ય મંત્રીએ એ વાત પર જોર આપ્યુ કે અનલૉક-1માં લોકોને વધુ સજાગ રહેવાની જરૂર છે. તેમણે શારીરિક અંતર જાળવવાની, બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને હાથ ધોતા રહેવાની જરૂરિયાત પર જોર આપ્યુ.

અહીંથી ચોરી કરી છે ગુલાબો સિતાબોની કહાની, લેખિકા જૂહી ચતુર્વેદીએ આપી સફાઈ</a><a href=" title="અહીંથી ચોરી કરી છે ગુલાબો સિતાબોની કહાની, લેખિકા જૂહી ચતુર્વેદીએ આપી સફાઈ" />અહીંથી ચોરી કરી છે ગુલાબો સિતાબોની કહાની, લેખિકા જૂહી ચતુર્વેદીએ આપી સફાઈ

English summary
Coronavirus Growth Rate in India and Brazil is fastest Among The Worst Hit Countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X