કોરોનાનો કહેર યથાવતઃ દેશમાં 35000થી વધુ સંક્રમિત, 24 કલાકમાં સૌથી વધુ 1993 નવા મામલા
કોરોનાનો કહેર યથાવતઃ દેશમાં 35000થી વધુ સંક્રમિત, 24 કલાકમાં સૌથી વધુ 1993 નવા મામલા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસને કહેર સતત વધી રહ્યો છે. દેશમાં ચાલી રહેલ લૉકડાઉન છતાં સંક્રમિતોનો આંકડો 35000ને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જહેર તાજા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 3504 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1993 નવા મામલા સામે આવ્યા છે અને 73 લોકોના મોત થયાં છે. જ્યારે દેશમા ંકોરોના વાયરસથી અત્યાર સુધી 1147 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જો કે રાહતની વાત એ છે કે 8889 દર્દી આ બીમારીને હરાવવામાં સફળ થયા છે. જણાવી દઈએ કે દેશમાં કોરોનાના વધતા મામલાને જોતા લૉકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે.

રિકવરી રેટ 25.18 ટકા
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે કોરોના વાયરસથી ઠીક થવાના મામલામાં સતત સુધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ્ં કે હાલ કુલ રિકવરી રટે 25.18 ટકા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પોઝિટિવ સાીન છે. તેમણે જણાવ્યું કે અઠવાડિયામાં પહેલા રિકવરી રેટ 13 ટકા હતો.

3 મે બાદ પણ લૉકડાઉન ચાલુ રહેશે
બીજી તરફ ગૃહ મંત્રાલયે એક બાદ એક કેટલાય ટ્વીટ કરી કેટલીક હદ સુધી સંકેત આપ્યા કે 3 મે બાદ પણ લૉકડાઉન ચાલુ રહેશે પરંતુ કેટલાય જિલ્લા જ્યાં કોરોનાના મામલા ના બરાબર છે, ત્યાં તેનાથી બચાવને જોતા ઠીલ આપવામાં આવશે. મંત્રાલયે ગત રાતે એક પ્રેસસ રિલીજ પણ જાહેર કરી, જેમાં કહેવામાં આવ્યું કે 3 મે સુધી લૉકડાઉનનું સખ્તાઈથી પાલન કરવાની જરૂરત છે જેથી કોરોના ફેલવાથી રોકી શકાય.

નવી ગાઈડલાઈન જાહેર
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે MHAએ લૉકડાઉન વિશે એક વ્યાપક સમીક્ષા બેઠક આયોજિત કરી. મીટિંગમાં લૉકડાઉનના કારણે કોરોનાના મામલામાં સ્થિતિમાં સુધારો અને ફાયદા પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન ગૃહ મંત્રાલય તરફથી એક બાદ એક ટ્વીટ કરી જણાવવામાં આવ્યું કે નવા દિશા નિર્દેશો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

4 મેથી પ્રભાવી થશે નવી ગાઈડલાઈન
એક ટ્વીટમાં લખ્યું છે કે, કોરોના વાયરસ સામેની લડાઈમાં નવી ગાઈડલાઈન 4 મેથી પ્રભાવી થશે, જેમાં કેટલાય જિલ્લામાં મહત્વપૂર્ણ ઢીલ આપવામમાં આવશે. આની સાથે જોડાયેલ જાણકારી આગામી દિવોસમાં શેર કરવામાં આવશે. ગૃહ મંત્રાલયની સમીક્ષા બેઠકમાં આ વાત પર ચર્ચા કરવામાં આવી કે કોરોનાના હૉટસ્પૉટ જિલ્લામાં કમી આવી છે. હવે 170થી 129 જિલ્લામાં જ કોરોનાના મામલા છે. ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લા 207થી 297 થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
