For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના એ 3 દર્દી, જેને જયપુરના ડૉક્ટરોએ સંપૂર્ણપણે કર્યા સાજા

એક રાહતના સમાચાર એ છે કે રાજસ્થાનના જયપુરમાં પૉઝિટીવ મળેલા ત્રણ દર્દી હવે સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાના ઘણા દેશોમાં દહેશત મચાવ્યા બાદ જાનલેવા કોરોના વાયરસ હવે આપણા દેશમાં પણ ઝડપથી પોતાનો પગ જમાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 129 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આમાં પહેલુ મોત કર્ણાટક, બીજુ દિલ્લી અને ત્રીજુ મોત મહારાષ્ટ્રના મુંબઈમાં થયુ છે. સરકાર આ વાયરસ માટે સતત લોકોને એડવાઈઝરી જારી કરીને જણાવી રહી છે કે કોરના વાયરસથી બચવાનો સૌથી સારો ઉપયા સાવચેતી રાખવાનો છે. આ દરમિયાન એક રાહતના સમાચાર એ છે કે રાજસ્થાનના જયપુરમાં પૉઝિટીવ મળેલા ત્રણ દર્દી હવે સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે.

કોણ છે એ ત્રણ દર્દી

કોણ છે એ ત્રણ દર્દી

ટાઈમ્સ નાઉના સમાચાર મુજબ રાજસ્થાનમાં જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત ચાર લોકોને ભરતી કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ દર્દી 16 માર્ચે સાજા થઈ ગયા છે. સાજા થનાર ત્રણ દર્દીમાં એક ઈટલીના 69 વર્ષીય નાગરિક, બીજા તેમની 70 વર્ષીય પત્ની અને ત્રીજા જયપુરના જ 85 વર્ષીય એક સ્થાનિક નિવાસી છે. ઈલાજ બાદ આ ત્રણે દર્દીઓના બે વાર ટેસ્ટ કરવામાં આવ્યા જેનો રિપોર્ટ બે વાર નેગેટવ આવ્યો. જો કે ત્રણે દર્દીઓને હજુ રજા આપવામાં આવી નથી. બંને પુરુ દર્દીને હજુ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા છે જ્યારે મહિલા દર્દીને રાજસ્થાન યુનિવર્સિટી ઑફ મેડીકલ સાયન્સમાં મોકલી દેવામાં આવ્યા છે.

કોરોના વાયરસના ચોથા દર્દીનો ઈલાજ ચાલુ

કોરોના વાયરસના ચોથા દર્દીનો ઈલાજ ચાલુ

કોરોના વાયરસથી સંક્રમિત ચોથા દર્દીનો હાલમાં હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ચોથો દર્દી 24 વર્ષીય સ્પેનનો નાગરિક છે. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કોરોના વાયરસના ત્રણ દર્દી સાજા થયાના સમાચાર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ટ્વિટ કરીને હોસ્પિટલના ડૉક્ટરોને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ સીએમ અશોક ગેહલોતે ટ્વિટ કરીને લોકોને સાર્વજનિક સ્થળો અને મોટા સાજિક સમારંભોથી બચવાન પણ સલાહ આપી છે.

ઈલાજ માટે ડૉક્ટરોએ કઈ દવાઓ આપી

ઈલાજ માટે ડૉક્ટરોએ કઈ દવાઓ આપી

જણાવવામાં આવી રહ્યુ છે કે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમે મેલેરિયા, એચઆઈવી અને સ્વાઈન ફ્લૂની દવાઓના કોમ્બિનેશનથી આ દર્દીઓને સાજા કર્યા. રાજસ્થાન આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રોહિત કુમાર સિંહે જણાવ્યુ કે આ દર્દીઓને Lopinavir 200mg અને Ritonavir 50mgનો ડોઝ દિવસમાં બે વાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દર્દીઓને ઓસેલ્ટામિવિર અને ક્લોરોક્વીન પણ આપવામાં આવી હતી. રોહિત કુમાર સિંહના જણાવ્યા મુજબ આ દવાઓ પહેલા ઈંફ્લુએંજા ઈલાજમાં આપવામાં આવતી હતી પરંતુ બાદમાં તેને મલેરિયાના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવવા લાગ્યો.

હજુ સુધી નથી બની કોરોના વાયરસની કોઈ દવા

હજુ સુધી નથી બની કોરોના વાયરસની કોઈ દવા

ઉલ્લેખનીય છે કે Lopinavir 200mg અને Ritonavir 50mg એચઆઈવીના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દવાઓ છે. હાલમાં જ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે સાઉથ કોરિયાના એક 54 વર્ષીય વ્યક્તિના વાયરલ લોડને આ બે દવાઓ દ્વારા ઘટાડવામાં આવ્યો હતો. આ સાથે જ વિશ્વ આરોગ્ય સંગઠને પણ હાલમાં જ કહ્યુ હતુ કે આ દવાઓને અમુક બીજી દવાઓ સાથે મિલાવીને કોરોના વાયરસથી સાજા થવામાં મદદ મળી શકે છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી આખી દુનિયામાં કોરોના વાયરસની કોઈ દવા બની નથી.

આ પણ વાંચોઃ સરકારે બંધ કર્યુ 2000 રૂપિયાની નોટનુ છાપકામ? લોકસભામાં અનુરાગ ઠાકુરે આપ્યો જવાબઆ પણ વાંચોઃ સરકારે બંધ કર્યુ 2000 રૂપિયાની નોટનુ છાપકામ? લોકસભામાં અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ

English summary
Coronavirus: Know The Three Patients, Who Have Been Cured In SMS Hospital Jaipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X