મહારાષ્ટ્રમાં કોરોનાનો અત્યાર સુધીનો રેકૉર્ડ તૂટ્યો, 1 દિવસમાં 552 દર્દી વધ્યા
ભારત સહિત દુનિયાના ઘણા દેશ અત્યારે કોરોના વાયરસનો પ્રકોપ સહન કરી રહ્યા છે. ચીનના વુહાન શહેરથી નીકળેલા આ વાયરસે લાખો લોકોને જીવ લઈ લીધા છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 24 લાખથીવધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 1.60 લાખથી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આ મહામારીનો સામનો કરવાની કોશિશ કરી રહી છે. અધિકૃત આંકડા અનુસાર દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 16,116 કેસોની પુષ્ટિ થઈ છે જેમાં સ્વસ્થ કે વિસ્થાપિત કેસ 2302 છે જ્યારે મરનારની સંખ્યા 519 છે.
વળી,આ મહામારીથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. છેલ્લા 24 કલાકમાં અહીં સૌથી વધુ સંક્રમિત દર્દી સામે આવ્યા છે. મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં 552 નવા કોરોના પૉઝિટીવની ઓળખ કરવામાં આવી છે જ્યારે આ દરમિયાન બિમારીના કારણે 12 લોકોના જીવ ગયા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે કુલ 223 લોકોના મોત થઈ ચૂક્યા છે જે આખા દેશમાં સૌથી વધુ છે.
આ છે નવા આંકડા
દેશના કુલ રાજ્યોમાં સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 4203, દિલ્લીમાં 2003, ગુજરાતમાં 1743, રાજસ્થાનમાં 1478, તમિલનાડુમં 1477, મધ્ય પ્રદેશમાં 1407, ઉત્તર પ્રદેશમાં 1084, તેલંગાનામાં 844, આંધ્રપ્રદેશમાં 646, કેરળમાં 402, કર્ણાટકમાં 390, જમ્મુ કાશ્મીરમાં 350, પશ્ચિમબંગાળમાં 339, હરિયાણામાં 233, પંજાબમાં 219, બિહારમાં 93, ઓરિસ્સામાં 68, ઉત્તરાખંડમાં 44, ઝારખંડમાં 42, હિમાચલ પ્રદેશમાં 39, અસમ 35, મનીપુર 2, ત્રિપુરા 2, મિઝોરમ 1 અને અરુણાચલપ્રદેશમાં 1 પોઝિટીવ કેસની પુષ્ટિ થઈ છે.
પહેલેથી જ ડાયાબિટીઝ, હાઈબ્લડ પ્રેશર કે હ્રદયરોગથી પીડિત
ભારતમાં કોવિડ-19ના કારણે જેટલા લોકોના મોત થયા તેમાં એક નવી વાત સામે આવી છે કે જેટલા લોકો મોતના શિકાર થયા છે તેમાંથી 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી વધુ હતી જ્યારે 83 ટકા લોકો પહેલેથી જ ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હ્રદયરોગથી પીડિત હતા.
રાજ્ય સરકારોએ ઉઠાવ્યુ મોટુ પગલુ
કોરોના વાયરસ સંકટ દરમિયાન ઘણા લોકો એવા છે જે શરદી, ખાંસી કે તાવની દવાઓ ખરીદી રહ્યા છે અને તેને પોતાની પાસે સાવચેતી રૂપે રાખી રહ્યા છે. એવામાં ઘણી રાજ્ય સરકારોએ મેડીકલ શૉપ અને ફાર્મસીને નિર્દેશ આપ્યા છે કે તે એ લોકોના નામના રેકૉર્ડ રાખેજે તાવ, કોલ્ડ અને ખાંસીની દવા ખરીદી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં કોરોના વાયરસથી 40000 લોકોના મોત, સંક્રમિતો 7.5 લાખને પાર