For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Live News in Gujarati: છેલ્લા 24 કલાકમાં 7,678 લોકો રિકવર થયા, એક્ટિવ કેસની સંખ્યા 94,943

Coronavirus Live News in Gujarati: કેરળમાં કોરોનાના 4741 નવા મામલા, 28 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોનાવાયરસના દૈનિક મામલા પાછલા કેટલાક દિવસોથી સ્થિર હતા, પરંતુ 27 નવેમ્બરે શનિવારે કોવિડ 19થી થનાર મોતનો આંકડો વધ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશભરમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 8318 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 465 દર્દીઓનાં મોત થયાં છે. ગત 24 કલાકમાં કોરોનાથી 10967 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,07,019 છે. દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો 121.06 કરોડથી વધુ થઈ ગયો છે. જ્યારે કોરોનાથી થનાર કુલ મોતનો આંકડો 4,67,933 છે. દેશમાં કુલ રિકવરીના મામલા 3,39,88,797 છે.

covid 19

Newest First Oldest First
11:20 AM, 10 Dec

દિલ્હીમાં કોરોનાના 55 નવા મામલા સામે આવ્યા છે. સાથે જ 73 દર્દી રિકવર થયા છે.
11:20 AM, 10 Dec

છેલ્લા 24 કલાકમાં 7,678 લોકો રિકવર થયા, એક્ટિવ કેસની સંખ્યા 94,943
4:50 PM, 6 Dec

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં અત્યાર સુધી 127.93 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વેક્સીનનું અભિયાન 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું હતું.
2:42 PM, 6 Dec

6 ડિસેમ્બરના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 8306 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 211 લોકોનાં મોત થયાં છે. ગત એક દિવસમાં 8834 લોકો કોરોનાવાયરસથી સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 98416 છે, જે 552 દિવસમાં સૌથી ઓછા છે. કુલ વેક્સીનના આંકડા 127.93 કરોડ છે.
8:51 AM, 6 Dec

જયપુરમાં ઓમિક્રોનના 9 મામલા સામે આવ્યા છે, દિલ્હીમાં પણ પહેલો કેસ સામે આવ્યો છે.
8:51 AM, 6 Dec

કર્ણાટકમાં લગભગ 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, તમામ એસિમ્ટોમૈટિક
9:26 AM, 29 Nov

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં નોટિસ આપી, કૃષિ કાયદાઓના વિરોધમાં જીવ ગુમાવનાર ખેડૂતોનો રેકોર્ડ બનાવવા અને તેમના પરિવારને વળતર આપવા માટે ચર્ચાની માંગ કરી.
8:51 AM, 29 Nov

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઉત્તરાખંડના પ્રવાસને લઈ પરમાર્થ નિકેતન આશ્રમમાં ડ્યૂટી પર તહેનાત 7 પોલીસકર્મી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
8:50 AM, 29 Nov

રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસના નવા એમીક્રોન સ્વરૂપના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં 30થી વધુ પરિવર્તન મળ્યાં છે જે આ પ્રતિરક્ષા તંત્રથી બચવાની ક્ષમતા વિકસિત કરવામાં મદદ કરી શકે છે અને માટે તેની વિરુદ્ધ રસીની પ્રભાવશીલતાનું મૂલ્યાંકન ગંભીરતાથી કરવું જરૂરી છે.
8:45 AM, 28 Nov

જે નવો વેરિયન્ટ આવ્યો છે, તે વધુ ખતરનાક હોય શકે છે. અમારે ત્યાં ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછલા 10 દિવસમાં કોવિડ મામલાની સંખ્યા વધી છે જે ચિંતાનો વિષય છેઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત
8:45 AM, 28 Nov

ઓરિસ્સાઃ મયૂરભંજ જિલ્લામાં એક સ્કૂલની 25 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ મળી આવી છે. મુખ્ય જિલ્લા ચિકિત્સા અધિકારી મયૂરભંજે જણાવ્યું, ઠકુરમુંડા બ્લોક અંતર્ગત ચમકપુરમાં એક આદિવાસી સ્કૂલમાં 213 વિદ્યાર્થિનીઓ અને 17 સ્ટાફ સભ્યોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 25 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ મળી આવી છે.
8:45 AM, 28 Nov

મુંબઈમાં કોરોનાવાયરસના 214 નવા મામલા સામે આવ્યા છે, 296 રિકવરી થઈ છે અને 4 લોકોનાં મોત થયાં છે.
8:44 AM, 28 Nov

દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 27 નવા મામલા સામે આવ્યા છે, 37 રિકવરી થઈ અને કોરોનાથી એકનું મોત થયું છે.

English summary
Coronavirus outbreak in india live news in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X